Entertainment

દિલજીત -પરિણિતીની અમરસિંઘ ચમકીલા એમી એવોર્ડ માટે નોમિનેટ

By GS TEAM
27 Sep 20251 min read
દિલજીત -પરિણિતીની અમરસિંઘ ચમકીલા એમી એવોર્ડ માટે નોમિનેટ

- દિલજીત બેસ્ટ એક્ટરની હોડમાં

- પંજાબના ફોક સિંગરની બાયોપિકને તે સમયે સમીક્ષકોએ બહુ વખાણી હતી

મુંબઈ : દિલજીત દૌસાંઝ અને પરિણિતી ચોપરાની 'ચમકીલા' ઈન્ટરનેશનલ એમી  એવોર્ડ માટે નામાંકિત થઈ છે. તે પોતે બેસ્ટ એક્ટર તરીકે નોમિનેટ થયો છે.  ઉલ્લૅખનીય છે કે વિનર્સની  ઘોષણા ૨૪ નવેમ્બરનાં રોજ ન્યુયોર્કમાં યોજાનારા  એવોર્ડસમાં કરવામાં આવશે.

 આ ફિલ્મ  પંજાબના લોક ગાયક અમર સિંહ ચમકીલાની બાયોપિક છે. આ ફિલ્મનું દિગ્દર્શન ઈમ્તિયાઝ અલીનું છે. આ ફિલ્મની બહુ પ્રશંસા થઈ હતી. દિલજીત તથા પરિણિતી બંનેના પરફોર્મન્સનાં વખાણ થયાં હતાં. સમગ્ર ફિલ્મનું મેકિંગ પણ ઉચ્ચ દરજજાનું હોવાનું ત્યારે સમીક્ષકોએ જણાવ્યું હતું.  ચમકીલા પર તેના ગાયનોમાં અશ્લીલતા  ઉમેરવાનો આરોપ મૂકાતો હતો. આવા જ કોઈ વિવાદમાં તેની હત્યા થઈ હતી.