Entertainment

દિલજીત દોસાંજ નો એન્ટ્રી ટુનું શૂટિંગ ઓકટોબરથી શરૂ કરે તેવી શક્યતા

By GS TEAM
7 Aug 20251 min read
દિલજીત દોસાંજ નો એન્ટ્રી ટુનું  શૂટિંગ ઓકટોબરથી શરૂ કરે તેવી શક્યતા

- બોની કપૂર પોતાની ફિલ્મના ત્રણ અભિનેતા અને અભિેત્રીઓની તારીખનો મેળ કરવામાં વ્યસ્ત

મુંબઇ : દિલજીત દોસાંજે બોર્ડર ટુનું શૂટિંગ પુરુ કર્યા પછી હવે નો એન્ટ્રી ટુમાં પણ એન્ટ્રી લઇ લીધી છે. પાકિસ્તાની અભિેત્રી સાથે કામ કર્યા પછી તેના પર બોલીવૂડમાપ્કામ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેથી તેની બોર્ડર ટુ અને નો એન્ટ્રી ટુ પર પ્રશ્રાર્થ મુકાઇ ગયો હતો. પરંતુ ફિલ્મસર્જકોએ તેને સાઇન કરી દીધો હોવાથી તેમની વિનંતીઓને માન્ય રાખીને તેને કામ કરવાની છૂટ આપવામાં આવી હતી. બોની કપૂર અભિનેતા અને અભિનેત્રીની તારીખો પર કામ કરી રહ્યા છે. અનીસ બઝમીએ ફિલ્મની સ્ક્રિપ્ટ પુરી કરી દીધી છે. આ ફિલ્મની ઘોષણા જલદીજ કરવામાં આવશે. 

ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલજીત દોસાંજ નો એન્ટ્રી ટુનો હિસ્સો છે. ફિલ્મ ટ્ક પર છે અને ઓકટબોરમાં કામ શરૂ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ ભારત, ઇટલી અને ગ્રીસમાં કરવામાં આવશે. ફિલ્મની વાર્તા પહેલા હિસ્સા કરતાં અલગ હશે, પરંતુ પહેલાની માફક જ ત્રણ પુરુષો, ત્રણ લગ્ન, અને ત્રણ એકસ્ટ્રા મૈરિટલ અફેર પર આધારિત હશે. 

આ નો એન્ટ્રીની સ્પિરિચ્યુઅલ સીકવલ હશે.

બોની કપૂર અને દિગ્દર્શક અનીસ બઝમી દિલજીત દોસાંઝને મળવા બોર્ડર ટુના સેટ પર મળવા ગયા હતા.જેની તસવીર અભિનેતાએ સોશયલ મીડિયા પર શેર કરી હતી ત્યારથી જ તે નો એન્ટ્રી ટુમાં કામ કરશે તેવી ચર્ચા હતી.