પરેશ રાવલે હેરાફેરી-3ના પ્રચાર માટે ફિલ્મ છોડવાનું નાટક કર્યું? અક્ષય કુમારે આપી સ્પષ્ટતા
![]() |
Hera Pheri 3 :બોલિવૂડની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝી ' હેરા ફેરી 3'ની ચર્ચા ઘણા લાંબા સમયથી થઈ રહી છે. અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ ફરી એકવાર સાથે જોવા મળશે, એક સમયે અભિનેતા પરેશ રાવલે ફિલ્મ છોડવાની વાત કરી હતી ત્યારે આ ફિલ્મના ચાહકો નિરાશ થયા હતા, અને પછી તેમણે વાપસી કરી. હવે અક્ષયે આ મુદ્દે વાત કરી છે. અક્ષયે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે પરેશ રાવલ સાથે જે વિવાદ થયો તે PR સ્ટંટ નહોતો. તેણે કહ્યું કે 'આ વિવાદ પબ્લિસિટી સ્ટંટ નહોતો. કેસ ખૂબ ગંભીર હતો. અને જ્યારે કાયદાકીય બાબતો સામેલ હોય, ત્યારે આપણે તેને પબ્લિસિટી સ્ટંટ ન કહી શકીએ. આ બધી વસ્તુ ખરેખર બની હતી'
જલ્દી ફિલ્મ વિશે જાહેરાત થશે
અક્ષયે જણાવ્યું કે ' હવે બધુ બરાબર થઈ ગયું છે. ફિલ્મ વિશે આગળની અપડેટ જલદી જાહેર થશે, હા, થોડો સંઘર્ષ કરવો પડ્યો, પણ હવે બધું ઠીક થઈ ગયું છે. અમે પાછા ધમાલ મચાવવા આવી રહ્યા છે. અમે બધા સાથે જ છીએ'
આ પણ વાંચો : 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી'ની નવી સીઝનમાં જાણો કોણ કોણ છે નવા ચહેરા
અક્ષય કુમારે મોકલી હતી લીગલ નોટિસ
જ્યારે પરેશ રાવલે ફિલ્મ છોડવાની વાત કરી હતી ત્યારે અક્ષય કુમારની પ્રોડક્શન કંપનીએ ( કેપ ઓફ ગુડ ફિલ્મ) પરેશ રાવલને 25 કરોડની લીગલ નોટિસ ફટકારી હતી. આ કેસ ખૂબ જ વિવાદમાં રહ્યો હતો. અમુક સમય બાદ પરેશ રાવલે જાહેર કર્યું તે ફિલ્મમાં કામ કરશે.
પરેશ રાવલે જણાવ્યું હતું ફિલ્મ છોડવાનું આ કારણ
પરેશ રાવલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું 'ઓડિયન્સ પ્રત્યે અમારી જવાબદારી છે, કારણ કે ઓડિયન્સ અમને ખૂબ પ્રેમ કરે છે. તમે ચીજ વસ્તુઓ આટલી હળવાશથી ન લઈ શકો. મારું માનવું છે લે કે અમે બધા ભેગા થઈએ, મહેનત કરીએ.' ફિલ્મમાં વાપસી ફરવાના પ્રશ્ન પર પરેશ રાવલે કહ્યું હતું, 'હું તો પહેલાંથી જ આવવાનો હતો, પણ એકબીજાને થોડું ફાઇન ટ્યૂન કરવું જરૂરી છે. અમે બધા ક્રિએટિવ છીએ. પ્રિયદર્શન છે, સુનીલ છે, અક્ષય છે. વર્ષોથી અમે બધા મિત્રો છીએ.'