લોકલ ટ્રેનમાં થતી છેડતી, લોકો કોણી મારતા...' જાણીતી અભિનેત્રીએ જણાવી આપવીતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Diana Penty: પબ્લિક પ્લેસ પર મહિલાઓ સાથે વારંવાર છેડતીની ઘટના ઘટતી રહે છે. ટ્રેન અને બસ જેવા ભીડભાડવાળા સ્થળોએ આવી ઘટનાઓ વધુ વધી જાય છે. ઘણી બોલિવૂડ અભિનેત્રીઓ પણ આવી ઘટનાઓનો શિકાર બની ચૂકી છે. અમે તમને આવી જ એક અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની લોકલ ટ્રેનમાં છેડતી થઈ ચૂકી છે. આ અભિનેત્રી બીજી કોઈ નહીં પણ ડાયના પેંટી છે. ડાયનાએ ખુદ આ આપવીતી જણાવી છે.
લોકલ ટ્રેનમાં થતી છેડતી, લોકો કોણી મારતા
ડાયના પેંટીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન તેણે જણાવ્યું કે કેવી રીતે લોકો મને મુસાફરી કરતી વખતે કોણી મારતા હતા અને ખૂબ જ પાતળા હોવાને કારણે મારે બોડી શેમિંગનો સામનો કરવો પડતો હતો. ઈન્ટરવ્યુમાં જ્યારે ડાયનાને પૂછવામાં આવ્યું કે શું તેને ક્યારેય બસમાં મુસાફરી કરતી વખતે કે ભીડમાં અયોગ્ય રીતે સ્પર્શ કરવામાં આવ્યો છે? ત્યારે ડાયનાએ કહ્યું કે, 'મને લાગે છે કે બોમ્બેની દરેક છોકરી આમાંથી પસાર થઈ છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજ જવા માટે હું બાયખલાથી વીટી સુધી સેન્ટ્રલ લાઈન ટ્રેન લેતી હતી અને પછી કોલેજ ચાલીને જતી હતી. ત્યાં લોકો મારી છેડતી કરતા હતા અને કોણી મારવાનો પ્રયાસ કરતા હતા.'
ડાયનાએ આગળ કહ્યું કે, 'તે રોજિંદા જીવનનો એક હિસ્સો બની ગયો હતો. હું ખૂબ જ શરમાળ અને ઓછા કોન્ફિડન્સ વાળી સચેત અને અજીબ છોકરી હતી. હું મારી જાતને એક કવરમાં સમેટી લેતી હતી. આ બાબત મને ડરાવતી હતી. મારામાં એટલો કોન્ફિડન્સ નહોતો કે, હું પાછી તેને કોણી મારી શકું.'
બોડી શેમિંગનો પણ સામનો કરવો પડ્યો
ડાયનાને બોડી શેમિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યું કે, 'મને ખૂબ ખરાબ લાગતું હતું. તમે એક બાળકી છો અને જો લોકો તમને કહેતા રહે, 'ઓહ, તું ખૂબ પાતળી છે, તું ખાતી નથી?' અને કેટલીક આન્ટી મારી માતા પાસે જઈને આવું કહેતી. તે ખૂબ જ ચીડાઈ જતી - જેમ કે હું મારા બાળકને ખાવાનું કેમ નથી ખવડાવતી? બાળક હોવાના નાતે તમે એ ફેક્ટને લઈને જાગૃત થવા લાગો છો કે, તમે ખૂબ પાતળા છો. આ ભયાનક હતું.









