Akshaye Khanna Quitting Drishyam 3 : અક્ષય ખન્નાની ફિલ્મ 'ધુરંધર' હાલમાં બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. આ ફિલ્મે વિશ્વભરમાં રૂ.1000 કરોડથી વધુની કમાણી કરી છે. અક્ષયને તેની જોરદાર એક્ટિંગને લઈને અપાર પ્રેમ અને પ્રશંસા મળી રહી છે. સોશિયલ મીડિયા પર અક્ષયની એક્ટિંગના ઘણાં વખાણ થઈ રહ્યા છે, પરંતુ હવે એવા અહેવાલ છે કે 'ધુરંધર'ની સફળતા પછી અભિનેતા 'દ્રશ્યમ 3' થી અલગ થઈ ગયો છે. 'ધૂરંધર' સ્ટાર અક્ષય ખન્નાની માગણીઓથી મેકર્સ ચોંક્યા ઉઠ્યાં છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, મતભેદોને કારણે અક્ષયે ત્રીજા ભાગમાંથી બહાર નીકળવાનો વિકલ્પ પસંદ કર્યો છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે, તે પોતાનો લૂક ચેન્જ કરવા માંગતો હતો. બોલીવૂડ હંગામા મુજબ, 'છાવામાં વિલન તરીકે અક્ષય ખૂબ જ ખતરનાક દેખાતો હતો, જ્યારે ધુરંધર ફિલ્મ પછી તે લાઇમલાઇટ રહ્યો હતો. આગામી મોટો સ્ટાર બનવાથી, અક્ષયે પોતાની ફી વધારવાનું નક્કી કર્યું. તેણે 'દ્રશ્યમ 3' ના નિર્માતાઓ પાસેથી 21 કરોડ રૂપિયા માંગ્યા હતા.'
વધુ માહિતી મુજબ, 'દ્રશ્યમ 3'ના મેકર્સ ચોંકી ઉઠ્યા હતા. તેઓએ અક્ષયને સમજાવવાની કોશિશ કરી હતી, તેને આટલી ફી આપવામાં આવશે તો ફિલ્મનું બજેટ વધુ જશે. પરંતુ અક્ષય ખન્નાને લાગી રહ્યું છે કે, તેની માંગણી યોગ્ય છે.
લૂકને લઈને ચર્ચા
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઘણી એવી બાબતો હતી જેમાં ફિલ્મ મેકર્સ અને અક્ષય ખન્ના વચ્ચે અસહમતિ જોવા મળી હતી. જેમાં અક્ષયે હેર વિગ પહેરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જેમાં મેકર્સને આ વિચાર પસંદ આવ્યો ન હતો, કદાચ એટલા માટે તે બીજા પાર્ટમાં વિગ વગર હતો.
જ્યારે અક્ષય ખન્નાની માંગણીઓ પૂર્ણ ન થઈ હોવાથી તેણે 'દ્રશ્યમ 3' છોડી દેવાનો નિર્ણય લીધો હતો. તેણે નિર્માતાઓને શુભેચ્છા પાઠવી હતી. અલગ થવાનો અંત સારા અર્થમાં થયો, અને મેકર્સે આશા રાખી કે ભવિષ્યમાં અક્ષય આ વાત પર સંમત થશે, ત્યાર સાથે કામ કરશે.
આ પણ વાંચો: VIDEO: સલમાન ખાનનું ટેલેન્ટ જોઈને યુઝર્સ દંગ રહી ગયા, બર્થડે પહેલા કર્યું લાઈવ પેઈન્ટિંગ
ક્યારે રિલીઝ થશે 'દ્રશ્યમ 3'?
મેકર્સે ફિલ્મ 'દ્રશ્યમ 3'ને ગાંધી જયંતી એટલે કે 2 ઓક્ટોબર 2026ના દિવસે રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. જો તમે દ્રશ્યમ જોઈ છે તો તમને ખબર હશે કે 2 ઓક્ટોબરના રોજ શું થયું હતું? આ પ્લાન સાથે મેકર્સ આ તારીખ રાખી છે. 'દ્રશ્યમ 3'નું ડાયરેક્શન અભિષેક પાઠકે કર્યું છે.


