લોકોને ખબર પણ નથી કે હું શું ગાઈ રહ્યો છું... ધુરંધરનું વાઈરલ ગીત મુદ્દે રેપર ફ્લિપેરાચીનું રિએક્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dhurandhar, Rehman Dakait Entry Song: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ધુરંધર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દર્શકો આ ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં રહેમાન ડકેતની ભૂમિકા ભજવનાર અક્ષય ખન્નાના અભિનયની ખૂબ પ્રસંશા થઈ રહી છે. બીજી તરફ રેપર ફ્લિપેરાચીએ ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે, રહેમાન ડકૈતનું ધુરંધર ફિલ્મનું એન્ટ્રી સોંગ ભારતમાં આટલું વાયરલ થશે. એક ઈન્ટરવ્યુમાં તેણે ખુશી વ્યક્ત કરી કે ધુરંધરનું ગીત ટોપ ચાર્ટ્સમાં છે. ફ્લિપેરાચીએ કહ્યું કે, ભારતમાં લોકોને ખબર પણ નથી કે હું શું ગાઈ રહ્યો છું. ફ્લિપેરાચી બહેરિનનો જાણીતો રેપર છે. તેનું સાચું નામ ના હુસ્સામ અસીમ છે. તેણે લોકો આ ગીતને આટલું કેમ પસંદ કરી રહ્યા છે તેની પાછળનું કારણ જણાવ્યું છે.
લોકોને ખબર પણ નથી કે હું શું ગાઈ રહ્યો છું
ફ્લિપેરાચીએ ગીત હિટ થવા પર એન ન્યૂઝ ચેનલ સાથે વાત કરી છે. તેણે કહ્યું કે, 'ફિલ્મ આવી, હિટ થઈ અને પછી તો બધું હિસ્ટ્રી છે. મને ખરેખર એવી અપેક્ષા નહોતી કે આ ગીત આટલી ધમાલ મચાવશે. લોકોને ખબર પણ નથી કે હું લિરિક્સમાં શું ગાઈ રહ્યો છું પરંતુ તેની બીટ ખૂબ જ પાવરફૂલ છે. તેનાથી જ લોકો કનેક્ટ થયા છે. તે તેમને ખૂબ પસંદ આવી.'
તેમાં ઈન્ડિયન ફ્લેવર છે
ફ્લિપેરાચીએ આગળ કહ્યું કે, 'મને અપેક્ષા નહોતી કે આ ગીત ભારતીય લોકોને આટલું પસંદ આવશે. જે પ્રકારની ઈમ્પેક્ટ છે, મેં હજારો વર્ષોમાં પણ કલ્પના નહોતી કરી કે ભારતમાં તેને આટલું પસંદ કરવામાં આવશે. હા, તેમાં ઈન્ડિયન ફ્લેવર છે, પરંતુ મને નહોતી ખબર કે તે આટલા લેવલે હિટ જશે.'
આ પણ વાંચો: ધુરંધરની સફળતા બાદ અક્ષય ખન્નાએ ઘરે હવન કરાવ્યો
ફ્લિપેરાચીએ કહ્યું કે, આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ગ્લોબલી પણ ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. તે એક હિન્દી ફિલ્મ છે, પરંતુ આખી દુનિયાના લોકો તેને જોઈ રહ્યા છે. તે ચાર્ટમાં પણ ટોપ પર છે. ફસ્લા રેપરે જણાવ્યું કે, મને દરેક જગ્યાએ રીલ્સ અને મીમ્સ દેખાઈ રહ્યા છે. હું શક્ય તેટલું રી-પોસ્ટ કરી રહ્યો છું, પરંતુ મારું ડીએમ ભરાયેલું છે.
હું અક્ષય ખન્નાનો મોટો ચાહક છું
ગલ્ફ દેશોમાં ધુરંધર પર પ્રતિબંધ છે. ફ્લિપેરાચીને પૂછવામાં આવ્યું કે, શું તમે આ ફિલ્મ જોવા માગો છે? તેણે જવાબ આપ્યો કે, 'હું આ ફિલ્મ જોવા માગીશ. આ એક ઈન્ટ્રેસ્ટિંગ ફિલ્મ છે, અને હું તે જોવા માગુ છું કારણ કે હું અક્ષય ખન્નાનો મોટો ચાહક છું. તે એક શાનદાર એક્ટર છે, અને હું તેની ઘણી ફિલ્મો જોતો હતો.'









