Dhurandhar Box Office Collection: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ધુરંધર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 'ધુરંધર'એ ત્રીજા શનિવારે ભારતમાં 34.25 કરોડ રૂપિયાની જબરદસ્ત કમાણી કર્યા બાદ રવિવારે પણ 38.5 કરોડની શાનદાર કમાણી કરી. જેના કારણે ભારતમાં તેનું કુલ કલેક્શન 683.46 કરોડ રૂપિયા થઈ ગયું છે. બીજી તરફ વર્લ્ડ વાઈડ આ ફિલ્મે 800 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આમ આદિત્ય ધરની આ ફિલ્મે માત્ર 17 દિવસમાં 870.36 કરોડની કમાણી કરી લીધી છે.
'ધુરંધર'નું બોક્સ ઓફિસ કલેક્શન
ફિલ્મ ધુરંધરે અત્યાર સુધીમાં ભારતમાં 683.46 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મે ઓવરસીઝ 186.90નું કલેક્શન કર્યું છે. વિગતવાર જોઈએ તો ફિલ્મે પહેલા સપ્તાહમાં 218 કરોડનું કલેક્શન કર્યું હતું. બીજા સપ્તાહમાં 261.5 કરોડનું કલેક્શન કર્યું હતું. 17માં દિવસના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે 40.30 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આમ આ ફિલ્મે ભારતમાં 683.46 કરોડનું કુલ કલેક્શન કર્યું છે, તો વર્લ્ડ વાઈડ 870.36 કરોડની કમાણી કરી લીધી છે.
ભારતની ટોપ-10 ફિલ્મોમાં 'ધુરંધર' સામેલ
બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી ટોપ 10 ભારતીય ફિલ્મોની યાદીમાં પુષ્પા: ધ રૂલ પાર્ટ 2 (2024) 1234.1 કરોડના કલેક્શન સાથે પ્રથમ સ્થાન પર છે. બાહુબલી 2: ધ કન્ક્લુઝન (2017) 1030.42 કરોડના કલેક્શન સાથે બીજા સ્થાન પર છે. ધુરંધર (2025)એ 870.36 કરોડના કલેક્શન સાથે ત્રીજા નંબર પર એન્ટ્રી મારી લીધી છે. KGF: ચેપ્ટર 2 (2022) 859.7 કરોડના કલેક્શન સાથે ચોથા સ્થાન પર છે. RRR (2022) 782.2 કરોડની કમાણી સાથે પાંચમા સ્થાન પર છે. કલ્કી 2898એડી (2024) 646.31 કરોડના કલેક્શન સાથે છઠ્ઠા સ્થાન પર છે. જવાન (2023) 640.25 કરોડના કલેક્શન સાથે સાતમા સ્થાન પર છે. કાંતારા: અ લેજેન્ડ ચેપ્ટર-1 (2025) 622.42 કરોડની કમાણી સાથે આઠમા સ્થાન પર છે. છાવા (2025) 601.54 કરોડના કલેક્શન સાથે નવમા સ્થાન પર છે. સ્ત્રી-2 (2024) 597.99 કરોડના કલેક્શન સાથે દસમા સ્થાન પર છે.
આ પણ વાંચો: રશિયાની રાજધાનીમાં જ કારમાં પ્રચંડ બોમ્બ બ્લાસ્ટ, પુતિનના લેફ્ટનન્ટ જનરલનું કરુણ મોત
ધુરંધરના શોરમાં 'કિસ કિસ કો પ્યાર કરું 2' ખોવાઈ
તમને જણાવી દઈએ કે, ધુરંધરનું બોક્સ ઓફિસ કલેક્શન 17 દિવસમાં 870.36 કરોડ રહ્યું છે. જ્યારે ઈન્ડિયા ગ્રોસ 683.46 કરોડ રહ્યો છે. બીજી તરફ આ જ દિવસે રિલીઝ થયેલી કપિલ શર્માની ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરું 2' 17 દિવસમાં ભારતમાં 11.88 કરોડનું કલેક્શન કર્યું છે. જ્યારે વર્લ્ડ વાઈડ 14.9 કરોડની કમાણી કરી છે.


