Russian general died in car bomb Blast: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ લાંબા સમયથી જોવા મળી રહી છે ત્યારે રશિયાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં રાજધાની મોસ્કોમાં 22 ડિસેમ્બરે એક કારમાં પ્રચંડ બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી જેમાં એક રશિયન લેફ્ટનન્ટ જનરલનું મૃત્યુ થયું છે.
જનરલ ફેનિલ સરવરોવની હત્યા!
અહેવાલ અનુસાર રશિયાની તપાસમાં જાણકારી સામે આવી કે રશિયન જનરલ સ્ટાફના આર્મી ઓપરેશનલ ટ્રેનિંગ ડિરેક્ટોરેટના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ફેનિલ સરવરોવની હત્યા કરી દેવામાં આવી છે. સમિતિએ કહ્યું કે અમે એવા એંગલની તપાસ કરી રહ્યા છીએ કે ક્યાંક આ બોમ્બ યુક્રેનની ગુપ્તચર એજન્સી દ્વારા તો ફીટ નહોતો કરાયો?
પુતિન માટે મહત્ત્વના અધિકારી હતા
રશિયાના સ્થાનિક મીડિયા અનુસાર મોસ્કોમાં આ કાર વિસ્ફોટ IED દ્વારા કરવામાં આવ્યો હતો. અહેવાલોમાં દાવો કરાયો છે કે કારની નીચેના ભાગમાં આઇઈડી બોમ્બ છુપાવવામાં આવ્યો હતો. જેવી ગાડી શરુ થઈ કે થોડાક જ અંતરે જતાં પ્રચંડ બ્લાસ્ટ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે લેફ્ટનન્ટ જનરલ ફેનિલ ચેચન્યા, ઓસેશિયા અને સીરિયામાં થયેલા સંઘર્ષમાં ભાગીદાર હતા. તેમને યુક્રેન યુદ્ધમાં પણ મોટી ભૂમિકા મળી હતી.


