Get The App

અભિનેત્રીએ 7 થપ્પડ મારી તોય અક્ષય ખન્નાએ કોઈ ફરિયાદ ન કરી, ધુરંધરનો આ સીન ચર્ચામાં

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
Dhurandhar


Dhurandhar: આદિત્ય ધર દિગ્દર્શિત ફિલ્મ 'ધુરંધર' હાલમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. રણવીર સિંહ અને અક્ષય ખન્ના, રાકેશ બેદી, ગૌરવ ગેરા અને નવીન કૌશિક જેવા કલાકારોએ પણ આ ફિલ્મમાં અભિનય કર્યો છે. નવીને આ ફિલ્મમાં ડોંગાનું પાત્ર ભજવ્યું છે, જેણે અગાઉ 'રોકેટ સિંહ સેલ્સમેન ઓફ ધ યર' અને 'યે જવાની હૈ દીવાની' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હાલમાં જ, નવીન કૌશિકે એક મોટો ખુલાસો કર્યો છે કે ફિલ્મના એક સીન માટે અક્ષય ખન્નાને 7 વાર થપ્પડ મારવામાં આવી હતી.

અક્ષયે એક સીન માટે 7 વાર થપ્પડ ખાધી

ફિલ્મમાં 'ભાભીજી ઘર પર હૈ' ફેમ સૌમ્યા ટંડને, રહેમાન ડાકુની પત્ની ઉલ્ફતનું પાત્ર ભજવ્યું છે. એક સીનમાં તેનો મોટો દીકરો મૃત્યુ પામે છે. દુઃખ અને ગુસ્સામાં ઉલ્ફત તેના પતિ રહેમાન ડાકુને થપ્પડ મારે છે. આ ઘણો પાવરફુલ સીન હતો. એક ઈન્ટરવ્યૂમાં નવીન કૌશિકે આની બેકસ્ટોરી વિષે વાત કરતા કહ્યું હતું કે, 'મારા ખ્યાલથી અક્ષય સરને 7 વાર થપ્પડ પડી. તે એક ખૂબ જ પાવરફુલ મોમેન્ટ છે. ઉલ્ફત એટલે કે સૌમ્યા ટંડનજીનું પાત્ર, તે એવી સ્ત્રી છે જેને રહેમાન ડાકુ પ્રેમ કરે છે. તે તેની તાકાત છે.'

થપ્પડનો સીન હતો ખૂબ જ પાવરફુલ

આ અંગે વાત કરતા નવીન કૌશિકે વધુમાં કહ્યું કે, 'બીજા ભાગમાં તમે તેમની સાથે જોડાયેલા વધુ સીન જોશો. તે જ વ્યક્તિ છે જે ઘરમાં રહેમાનને સંભાળે છે. પબ્લિકમાં નહીં પણ પ્રાઇવેટમાં. રહેમાનની જિંદગી અને તેના નિર્ણયોને કારણે, ઉલ્ફતને પોતાનો દીકરો ગુમાવવો પડ્યો છે. તેથી થપ્પડ મારવાની આ મોમેન્ટ ખૂબ પાવરફુલ હતી. આદિત્ય સર અને અક્ષય સરે એક ખૂબ જ સારો નિર્ણય લીધો કે જ્યારે તે થપ્પડ મારે, તો રહેમાન પ્રતિક્રિયા નહીં આપે. એવું નહીં કે છોકરીનો હાથ પકડી લીધો કે તેને પકડી લીધી. તે તે થપ્પડને સ્વીકારે છે અને તેને ગળે લગાવે છે. કહે છે કે તું મારો જીવ છે. તેવા પાત્રનું આવું કરવું મોટી વાત છે.'

સીન કરવામાં ખચકાતી હતી સૌમ્યા

નવીન કૌશિકે જણાવ્યું કે, 'આ સીન શૂટ કરવામાં સૌમ્યા ટંડન ખચકાઈ રહી હતી. ભારતીય સિનેમામાં, ખાસ કરીને તાજેતરના સમયમાં, એવું જોવા મળ્યું છે કે કઠોર લોકોના હિસ્સે પણ આવી કેટલીક સંવેદનશીલ પળો આવે છે. અક્ષય સરને એટલી વાર થપ્પડ પડી પણ તે એકવાર પણ ખચકાયા નહીં. સૌમ્યાજીને શરૂઆતમાં ખચકાટ થયો હશે. પણ અક્ષય સર અને આદિત્ય સરે તેમને કહ્યું કે, તે વ્યક્તિ ન બનો જે બીજા સ્ટારની સામે ઊભી છે, પરંતુ ટે કેરેક્ટર બની જાઓ. તે વ્યક્તિ ન બનો જે બીજા સ્ટારની સામે ઊભી છે. આ ઉલ્ફત છે જે રહેમાનની સામે ઊભી છે. તે રહેમાનથી ડરતી નથી. કદાચ કોઈ બીજા પ્રસંગે ડરી હશે. પણ તે પ્રસંગે તો નહીં જ. કારણ કે રહેમાનથી તેનો ડર પોતાના દીકરાને ગુમાવવાના દુઃખ કરતાં ક્યાંય નાનો છે.'

આ પણ વાંચો: એશાએ ધર્મેન્દ્રને ટ્રિબ્યૂટ વિડીયોમાં પ્રકાશ કૌર, સની દેઓલને સમાવ્યાં

નવીને જણાવ્યું કે, 'હું પોતે પણ આ સીનમાં હાજર હતો. શૂટિંગના સમયે મને લાગ્યું કે એક વાર થપ્પડ પડી ગઈ. બે વાર પણ પડી ગઈ છે. તેથી હવે જવા દેવું જોઈએ. પણ અક્ષય, સૌમ્યા અને આદિત્ય ત્યાં સુધી રીટેક્સ લેતા રહ્યા, જ્યાં સુધી તેમને પરફેક્ટ શૉટ ન મળી ગયો. અક્ષયે એકવાર પણ ફરિયાદ ન કરી. વળી, આદિત્ય ધર પણ પરફેક્ટ શૉટ લીધા વિના અટક્યા નહીં.' આ રીતે સૌમ્યાએ અક્ષય ખન્નાને 7 વાર થપ્પડ મારી હતી. હવે આ જ સીન સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. અક્ષયના કામની પ્રશંસા થઈ રહી છે.

અભિનેત્રીએ 7 થપ્પડ મારી તોય અક્ષય ખન્નાએ કોઈ ફરિયાદ ન કરી, ધુરંધરનો આ સીન ચર્ચામાં 2 - image