Get The App

એશાએ ધર્મેન્દ્રને ટ્રિબ્યૂટ વિડીયોમાં પ્રકાશ કૌર, સની દેઓલને સમાવ્યાં

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
એશાએ ધર્મેન્દ્રને  ટ્રિબ્યૂટ વિડીયોમાં પ્રકાશ કૌર, સની દેઓલને સમાવ્યાં 1 - image

- જોકે, વિડીયો નીચે કોમેન્ટસ  ઓફ કરી દીધી

- બંને પરિવારો દ્વારા અલગ અલગ પ્રાર્થના સભાઓ દ્વારા એશાની સરાહનીય ચેષ્ટા

મુંબઈ : એશાએ પિતા ધર્મેન્દ્રને અંજલિ આપતો એક વિડીયો પોસ્ટ કર્યો છે. 

તેમાં તેણે ધર્મેન્દ્રની પહેલી  પત્ની પ્રકાશ કૌર તથા  સની દેઓલને પણ સમાવ્યા છે. 

આ વિડીયોમાં ધર્મેન્દ્રની લાઈફ જર્નીની કેટલીક તસવીરો છે. તેમાં એશાએ પ્રકાશ કૌર તથા સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા અને અજીતાની તસવીરો પણ સમાવી છે. 

જોકે, એશાએ આ વિડીયો નીચે કોમેન્ટસ ઓફ કરી દીધી છે. જેથી કોઈ પરિવાર અંગે  કોઈ ટિપ્પણી ન કરી શકે. 

ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રનાં નિધન બાદ સની અને બોબી દેઓલે મુંબઈમાં પ્રાર્થના સભા યોજી હતી જેમાં હેમા માલિની કે તેની દીકરીઓ હાજર રહ્યાં ન હતાં. તે પછી હેમા માલિનીએ દિલ્હીમાં  પ્રાર્થના સભા યોજી હતી જ્યાં સની કે બોબી દેઓલ ગયા ન હતા. 

તે પછી એશાએ ઓનલાઈન અંજલિમાં ધર્મેન્દ્રનાં બંને પરિવારને એક રાખવાની  સરાહનીય ચેષ્ટા દાખવતાં ચાહકોએ તેની પ્રશંસા કરી હતી. 

ચર્ચા મુજબ એશાને સની અને  બોબી દેઓલ સાથે પહેલેથી સારું બને છે.