Entertainment

ધનુષની આગામી ફિલ્મ એપીજે અબ્દુલ કલામની બાયોપિક

By GS TEAM
31 Aug 20251 min read
ધનુષની આગામી ફિલ્મ એપીજે  અબ્દુલ કલામની બાયોપિક

- દિગ્દર્શક ઓમ રાઉતના અનુસાર ધનુષમાં જ આ પાત્રને ન્યાય આપવાની ક્ષમતા

મુંબઇ : ધનુષ દિગ્દર્શક ઓમ રાઉત સાથે જલદી જ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કમાલની બાયોપિકમાં મુખ્ય રોલ કરતો જોવા મળશે.ફિલ્મનું શીર્ષક કલામઃધ મિસાઇલ મેન ઓફ ઈન્ડિયા હશે.  ઓમ રાઉતનું માનવું  છે કે, ધનુષ કરતાં અન્ય કોઇ અભિનેતા આ પાત્રને યોગ્ય ન્યાય આપી શકે નહીં. ઉલ્લેખનીય છેકે, આ ફિલ્મનું પ્રથમ લુક આ વરસના મે મહિનામાં કાન્સ ફેસ્ટિવલ દરમિયાન દર્શાવામાં આવ્યું હતું. ઓમ રાઉતે એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ધનુષ એક ઉત્તમ અભિનેતા છે. મને ખુશી છે કે,તેણે આ પાત્ર ભજવવાનો સ્વીકાર કર્યો છે. મને વ્યક્તિગત રીતે તેના પ્રત્યે માન-સમ્માન છે. તેમજ તેની સાથે ફિલ્મમાં કામ કરવા હું ઉત્સાહિત છું. મને લાગે છે કે, તેના સિવાય આ ફિલ્મ અને આ પાત્રને કોઇ નિભાવી શકે નહીં. રાઉતે એમ પણ કહ્યું હતુ ંકે, તેમને બાયોપિક બનાવવી ગમે છે, જોકે આ એક અઘરું કાર્ય છે. કોઇ પણ વ્યક્તિના જીવન પર ફિલ્મ બનાવવી એ સરળ નથી.