Get The App

ભારતના 'મિસાઈલ મેન' ડૉ. અબ્દુલ કલામની બાયોપિક બનશે, જાણો કયો અભિનેતા ભજવશે મુખ્ય ભૂમિકા

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
Dhanush In APJ Abdul Kalam Biopic


Dhanush In APJ Abdul Kalam Biopic: ભારતના 'મિસાઇલ મેન' ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે.કલામનું જીવન હવે મોટા પડદા પર બતાવવામાં આવશે એટલે કે ડૉ. અબ્દુલ કલામની બાયોપિક બનશે. જેનું નામ 'કલામ: ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા' હશે. આ ફિલ્મમાં, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ જાણીતા સ્ટાર ધનુષ ડૉ. કલામની ભૂમિકા ભજવશે. આ ફિલ્મની જાહેરાત કાન ફિલ્મ ફેસ્ટિવલ 2025માં કરવામાં આવી હતી.

એપીજે અબ્દુલ કલામ પર બાયોપિક બનવાની જાહેરાત

આ દિવસોમાં કાન ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે જ્યાં વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ તેમની ફિલ્મોનું ખાસ સ્ક્રીનિંગ યોજી રહ્યા છે. આ દરમિયાન, 'તાનાજી' જેવી સુપરહિટ ફિલ્મ બનાવી ચૂકેલા ડિરેક્ટર ઓમ રાઉત પણ આ ફેસ્ટિવલમાં હાજર રહ્યા હતા, જ્યાં તેમણે તેમની ફિલ્મ 'કલામ'ની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમની ફિલ્મમાં ધનુષ એપીજે કલામની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના પુસ્તક 'વિંગ્સ ઓફ ફાયર' પર આધારિત હશે, જેમાં બાળપણથી રાષ્ટ્રપતિ બનવા સુધીની તેમની સફર દર્શાવવામાં આવશે.

આ પણ વાંચો: સિદ્ધાંત અને સારા તેંડુલકરનો પ્રેમ પાંગરે તે પહેલાં જ બ્રેક અપ

અભિષેક અગ્રવાલ અને ભૂષણ કુમાર કરશે ફિલ્મનું નિર્માણ

આ ફિલ્મનું નિર્માણ અભિષેક અગ્રવાલ અને ભૂષણ કુમાર કરશે. તેમની ફિલ્મ હાલમાં નિર્માણ તબક્કામાં છે. ધનુષ અને ઓમ રાઉત બંને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કલાકારો છે. આવી સ્થિતિમાં, બંનેનો સહયોગ જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે. ફિલ્મની રિલીઝ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. 

ભારતના 'મિસાઈલ મેન' ડૉ. અબ્દુલ કલામની બાયોપિક બનશે, જાણો કયો અભિનેતા ભજવશે મુખ્ય ભૂમિકા 2 - image

Tags :