Entertainment

'સિનેમાના વારસાને ખતરો', AIનો કયો વીડિયો જોઈ દુ:ખી થયો સુપરસ્ટાર ધનુષ, કહ્યું- આ તે ફિલ્મ નથી....

By GS TEAM
4 Aug 20252 mins read
TukuTouch Logo
ફિલ્મમેકર આનંદ એલ રૉયની 'રાંઝણા' 2013ની તે સુપરહિટ ફિલ્મોમાંથી એક છે, જેની યાદ ચાહકોને આજે પણ આવે છે. આ ફિલ્મની કહાણી એક તરફી પ્રેમ હતી , જે દર્શકોને ખૂબ જ ગમી હતી. હવે ઘણા વર્ષો પછી આ ફિલ્મનું તમિલ વર્ઝન ફરીથી રિલીઝ કરવામાં આવ્યું છે , જેમાં AIની મદદથી ફેરફાર કરવામાં આવતા વિવાદ શરૂ થઈ ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'સિનેમાના વારસાને ખતરો', AIનો કયો વીડિયો જોઈ દુ:ખી થયો સુપરસ્ટાર ધનુષ, કહ્યું- આ તે ફિલ્મ નથી....



Raanjhanaa AI Version Sparks Row: 
ફિલ્મમેકર આનંદ એલ રૉયની 'રાંઝણા' 2013ની તે સુપરહિટ ફિલ્મોમાંથી એક છે, જેની યાદ ચાહકોને આજે પણ આવે છે. આ ફિલ્મની કહાણી એક તરફી પ્રેમ પર આધારિત હતી , જે દર્શકોને ખૂબ જ ગમી હતી. હવે ઘણા વર્ષો પછી આ ફિલ્મનું તમિલ વર્ઝન ફરીથી રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં AIની મદદથી ફેરફાર કરવામાં આવતા વિવાદ શરૂ થઈ ગયો છે. 

AIની મદદથી ક્લાઈમેક્સમાં ફેરફાર 

'રાંઝણા' ફિલ્મનો ક્લાઈમેક્સને AIની મદદ બદલવામાં આવ્યો છે. જેમા ફિલ્મનો હીરો કુંદન પાછો જીવતો થાય છે, જ્યારે મૂળ કહાણીમાં તેનું હોસ્પિટલમાં જ મોત થાય છે. AIની મદદ કરવામાં આવેલા આ ફેરફારથી ફિલ્મની કહાણી સંપૂર્ણપણે બગડી ગઈ છે. ફિલ્મના ડિરેક્ટર આનંદ એલ રાયે નારાજગી વ્યક્ત કરી હતી અને તે અનિચ્છનીય ફેરફારથી બિલકુલ ખુશ ન હતા. હવે ફિલ્મના અભિનેતા ધનુષે પણ બદલાયેલા ક્લાઇમેક્સ પર નારાજગી વ્યક્ત કરી છે. 

શું કહ્યું ધનુષે? 

અભિનેતા ધનુષે તેના એક્સ હેન્ડલ પર ફિલ્મને લઇને એક પોસ્ટ કરી હતી. અભિનેતા ફિલ્મની રી-રિલીઝથી નારાજ છે. ધનુષે લખ્યું હતું કે, 'રાંઝણાની રી-રિલીઝમાં AIથી બદલાયેલા ક્લાઈમેક્સે મને હેરાન કર્યો છે. નવા ક્લાઈમેક્સે ફિલ્મની મૂળ ભાવનાને ખતમ કરી દીધી છે. આ ફેરફાર કરવાની ચોખ્ખી ના પાડી હતી છતાં પણ ફેરફાર કરવામાં આવ્યો,' 

ધનુષે કઈ વસ્તુની માંગ કરી? 

ધનુષે લખ્યું કે, 'આવી ઘટના ફરીથી ન બને, તે માટે કેટલાક કડક નિયમો બનાવવામાં આવે, આ તે ફિલ્મ નથી જેમા 12 વર્ષ પહેલા મેં કામ કર્યું હતું. ફિલ્મ કે કન્ટેન્ટને બદલવા માટે AIનો ઉપયોગ કરવો તે કોઈપણ આર્ટ અને આર્ટિસ્ટ માટે ચિંતાની વાત છે. તેનાથી ફિલ્મની કહાણી અને ફિલ્મોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે . હું ઈચ્છું છું કે આગળથી આવા કામોને રોકવા માટે કડક નિયમો બનાવવામાં આવે.'