છુટાછેડા બાદ ધનશ્રી વર્માની ક્રિપ્ટિક પોસ્ટ વાઈરલ, 'દેખા જી દેખા જી' ગીત દ્વારા ચહલને ટારગેટ કર્યો?
Dhanashree Verma's Cryptic Post After Divorce: ભારતના સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના હવે ઓફિશિયલ છૂટાછેડા થઈ ગયા છે. લગ્નના લગભગ અઢી વર્ષ પછી આ કપલે અલગ થવાનો નિર્ણય લીધો હતો, પરંતુ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવામાં સમય લાગ્યો. છુટાછેડાના સમાચાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો હતો.
ધનશ્રીના ક્રિપ્ટિક મેસેજે વધારી હલચલ
છુટાછેડાના દિવસે ધનશ્રી વર્માએ એક નવો મ્યુઝિક વીડિયો 'દેખા જી દેખા મેં' રિલીઝ કર્યો, જે એક્સ્ટ્રા મેરિટલ અફેર અને ટોક્સિક રિલેશનશીપ પર આધારિત છે. ગીતના રિલીઝનો સમય અને તેના લિરિક્સે ચાહકોને એ વિચારવા માટે મજબૂર કરી દીધા છે કે, શું આ મ્યુઝિક વીડિયો તેની રિયલ લાઈફથી પ્રેરિત છે? આ ગીતમાં અભિનેતા ઈશ્વક સિંહ નજર આવી રહ્યો છે, જે પોતાની પત્ની સાથે બેવફાઈ કરી રહ્યો છે.
ધનશ્રી વર્માની ક્રિપ્ટિક પોસ્ટ
ધનશ્રી વર્માએ પોતાનું ગીત શેર કરતા કેપ્શનમાં લખ્યું છે - હવે 'દેખા જી દેખા જી' ગીતને તે વાતો કહેવા દો જે તમે ખુલીને નથી કહી શકતા. હવે ધનશ્રીની આ પોસ્ટ બાદ બધા એવી જ અટકળો લગાવી રહ્યા છે કે શું ધનશ્રી સીધી-સીધી ચહલની બેવફાઈ તરફ ઈશારો કરી રહી છે, કે પછી આ માત્ર એક સંયોગ છે.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા
ધનશ્રીએ આ ગીત સાથે જોડાયેલી એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે લખ્યું, 'એક ઐસા ગાના જો આપકી અનકહી વાતો કો બયાં કરતા હૈ.' તેની આ પોસ્ટ બાદ ઘણા લોકો અટકળો લગાવી રહ્યા છે કે શું તે આ ગીત દ્વારા પોતાના લગ્ન જીવનના સંઘર્ષોને ઉજાગર કરી રહી છે? કેટલાક ચાહકોએ તેને સપોર્ટ કર્યો છે, તો કેટલાકે તેને ટ્રોલ કરી રહ્યા છે.
ચહલની 'સ્પેશિયલ' ટી-શર્ટ
એક તરફ જ્યાં ધનશ્રીના મ્યુઝિક વિડીયોએ હેડલાઇન્સ બનાવી છે, તો બીજી તરફ છુટાછેડાના દિવસે યુઝવેન્દ્ર ચહલે એક ખાસ ટી-શર્ટ પહેરી હતી, જેના પર લખ્યું હતું, 'બી યોર ઓન સુગર ડેડી'. આ ટી-શર્ટના સંદેશને લઈને સોશિયલ મીડિયા પર પણ ચર્ચા તેજ થઈ ગઈ. ઘણા લોકોએ કહ્યું કે તે તેમના મૂડનો સંકેત હતો, જ્યારે કેટલાક લોકોએ તેને માત્ર સંયોગ ગણાવ્યો.
આ પણ વાંચો: Chahal Dhanashree Divorce: ચહલ-ધનશ્રીના સંબંધનો 4 વર્ષે અંત, કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા
બંનેના છુટાછેડા ઓફિશિયલ થયા
કાનૂની પ્રક્રિયા હેઠળ બંનેના લગ્નનો સત્તાવાર રીતે અંત આવ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે ધનશ્રીને છુટાછેડાના સેટલમેન્ટ હેઠળ એલિમની તરીકે 4.75 કરોડ રૂપિયા મળ્યા છે. જોકે, બંનેમાંથી કોઈએ આ મુદ્દે કોઈ નિવેદન નથી આપ્યું.