Get The App

'સ્પોર્ટ્સ ચેનલ જોવાની જ બંધ કરી નાંખી...', ધનશ્રીએ યુઝવેન્દ્ર ચહલ પર કર્યો કટાક્ષ!

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
'સ્પોર્ટ્સ ચેનલ જોવાની જ બંધ કરી નાંખી...', ધનશ્રીએ યુઝવેન્દ્ર ચહલ પર કર્યો કટાક્ષ! 1 - image
Image source: IANS 

Dhanashree Verma: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના સંબંધ પર પૂર્ણવિરામ લાગી તો ગયું છે, પણ છૂટાછેડા પછી વિવાદનું સાચું કારણ હવે સામે આવી રહ્યું છે. એક તરફ ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલના ચાહકો એકટ્રેસને સતત ટ્રોલ કરી રહ્યા છે, તો બીજી બાજુ એક પોડકાસ્ટમાં યુઝવેન્દ્ર ચહલે લગ્ન અને છૂટાછેડાને લઈને ઘણાં ખુલાસા કર્યા હતા. જેના જવાબમાં ધનશ્રીએ પણ એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે છૂટાછેડાના દિવસે શું થયું હતું. 'શુગર ડેડી'ટી-શર્ટ પહેરવા પર તેની શું પ્રતિક્રિયા હતી તે પણ જણાવ્યું. આ વચ્ચે ધનશ્રી વર્માની એક નવા શોમાં એન્ટ્રી થઈ રહી છે. MX પ્લેયરના Rise And Fallમાં તેણે પણ 16 અન્ય સેલેબ્સ સાથે ભાગ લીધો છે.  

આ શોને લઈને ધનશ્રી વર્માનો એક નવો પ્રોમો રિલીઝ થયો છે. જેમાં તે યુટ્યૂબર નયનદીપ રક્ષિત સાથે જોવા મળી હતી. આ પ્રોમોમાં એક્ટ્રેસે કંઇક એવી વાત કહી ત્યાર બાદ તે ફરી ટ્રોલર્સના નિશાને આવી ગઈ. અમુક લોકોએ પ્રોમો જોઈને એક્ટ્રેસને સપોર્ટ કરી રહ્યા છે તો અમુક લોકોનું માનવું છે કે એક્ટ્રેસે જાણીજોઈને ચહલને ટોણો મારવા આ વાત કહી છે. જાણો ધનશ્રી શું બોલી રહી છે આ પ્રોમો વીડિયોમાં જે ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.. 

આ પણ વાંચો: કપિલ શર્માની ઓનસ્ક્રીન વાઈફ સાથે ગેરવર્તણૂક, લોકોના ટોળાએ કારને ઘેરી લીધી

ધનશ્રીએ સ્પોર્ટસ ચેનલ જોવાનું બંધ કર્યું ? 

પ્રોમોની શરુઆતમાં નયનદીપ રક્ષિત કહે છે કે તે ધનશ્રી સાથે કોલાબ્રેશન કરી રહ્યો છે. જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે, 'મારી સાથે કોલાબ્રેટ કરવું એટલું સરળ નથી. સ્ટાર બનવાની વાત પર ધનશ્રીએ કહ્યું, 'રાણીને સ્ટાર બનવાની જરૂર નથી, અને તેમ પણ ઇન્ટરવ્યુ માટે લાઇન લાગી છે. પેન્ટહાઉસમાં મે બધી જ સ્પોર્ટ્સ ચેનલ્સ બંધ કરી દીધી છે'. હવે આ સ્પોર્ટસ ચેનલવાળી કોમેન્ટ પર ટ્રોલર્સનું કહેવું છે કે ચહલના નામે ફૂટેજ ખાઈ રહી છે. 

બધા જ જાણે છે કે  યુઝવેન્દ્ર ચહલ સ્પોર્ટસ ખેલાડી છે, તો હવે ધનશ્રી વર્માની આ કોમેન્ટને અમુક યૂઝર્સ યુઝવેન્દ્ર સાથે સરખાવી રહ્યા છે. લોકો એવું પણ લખી રહ્યા છે કે શોમાં હજી યુજવેન્દ્રના સંબંધોને લઈને ઘણું બધું જાણવા જરૂર મળશે. જણાવી દઈએકે, અમુક દિવસો પહેલા ધનશ્રી વર્મા એક પોડકાસ્ટમાં આવી હતી. તે દરમિયાન એક્ટ્રેસે સ્પષ્ટ રીતે કહ્યું કે તે કોઈના પણ વિશે કંઈ કહેવા ઇચ્છતી નથી. હવે માત્ર કારકિર્દી પર ફોકસ છે. કદાચ જરૂર પડશે તો આગળ જણાવીશ. 

જલ્દી સાઉથની ફિલ્મોથી કરશે ડેબ્યુ

ધનશ્રી વર્માએ પોતે કન્ફર્મ કર્યું છે કે તે સાઉથ ફિલ્મથી ડેબ્યુ કરવા જઈ રહી છે. જોકે, તે ફિલ્મમાં લીડ રોલ કરી રહી છે, જે એક ડાન્સ પર આધારીત ફિલ્મ છે. જોકે, કેટલાક સમય પહેલાં રાજકુમાર રાવની પિક્ચર ભૂલ ચૂક માફના ગીતમાં જોવા મળી હતી.  એ જ રીતે, મ્યુઝિક વીડિયોમાં પણ તે સતત નજર આવે છે.

Tags :