Updated: Mar 19th, 2023
- તાજેતરમાં તેના કોમેડી શોનો પ્રથમ એપિસોડ જાહેર થયા પછી હેરાફેરી ફિલ્મના ચાહકો નારાજ થયા
મુંબઇ : ફરહાદ સામજીનો હાલ ઓટીટી પ્લેટફોર્મ પર પોપ કૌન નામનો શો રીલિઝ થયો છે. જેમાં કુનાલ ખેમુ, સ્વ. સતીશ કોશિક જોની લીવર તેમજ અન્યો જોવા મળે છે. આ શોનો પ્રથમ એપિસોડ જોયા પછી સોસિયલ મીડિયાના યુઝર્સો નારાજ થયા છે. આ શો ની કોમેડીને તેમણે બકવાસ જણાવીને હેરાફેરી ૩ માટે ચિંતા વ્યક્ત કરી છે. દર્શકોએ આ શોને નકાર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ફરહાદ સામજીની હાઉસફુલ ૪, બચ્ચન પાંડે બૂ સબકી ફટેગી જેવી દિગ્દર્શિત ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ છે.
સોશિયલ મીડિયાના યુઝર્સોનું કહેવું છે કે,ફરહાદ સામજીનો પોપ કોન એક કોમેડી શો છે. પરંતુ ેતની કોમેડી સાવ જ બકવાસ છે. જો તે આવી જ કોમેડી હેરાફેરી ૩માં પણ દાખવવાના હોય તો તેમને આ ફિલ્મના દિગ્દર્શક તરીકે દૂર કરવામાં જ ડહાપણ છે. હેરાફેરી એક ઉત્તમ કોમેડી ફિલ્મ છે, પરંતુ જો આવા દિગ્દર્શકના હાથમાં જશે તો ફિલ્મની સફળતા અંગે અનિશ્ચિતતા હશે.
સોશિયલ મીડિયાના યુઝર્સોએ ફરહાદ સામજીના શોની કોમેડી વિશે એમ પણ કહ્યુ ંહતુ ંકે, આ શોમાં સાવ ફાલતુ જોક્સ અને બકવાસ રમૂજ દાખવવામાં આવી છે. આ દિગ્દર્શક ફ્રેન્ચાઇજીની કોમેડીની વાટ લગાડી દેશે. તેને આ ફિલ્મમાંથી હાંકી કાઢવો જોઇએ.
એક યુઝરે તો હેરાફેરના નિર્માતાને જ ઉદ્દેશીને કહ્યું છે કે, આ ફિલ્મ માટે આવા ફાલતુ ડિરેકટરને શા માટે પસંદ કરવામાં આવ્યો છે તેની સ્પષ્ટતા કરો,
ટ્રેડ નિષ્ણાંતે પોતાનો વિચાર જણાવતાં કહ્યુ ંહતું કે, આપણે ફિલ્મના હિત માટે જાહેર જનતાની લાગણી અને પબ્લિક ોપિનિયનને માન આપીને આ વિષય પર ગંભીરતાથી વિચારવું જોઇએ.
ઉલ્લેખનીય છે કે, આના પહેલા પણ જ્યારે ફરહાદ સામજીને હેરાફેરી ૪ના દિગ્દ્રશક તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે પણ હેરાફેરીના ચાહકોએ ફરહાદ સામજીને આ ફિલ્માંથી હાંકી કાઢવાની માંગણી કરી હતી. ૧૬૬ લોકોએ હેરાફેરીના દિગ્દર્શક તરીકે તેને દૂર કરવાની પિટિશન પણ સાઇન કરી હતી.