Get The App

દિલ્હી બ્લાસ્ટની ઘટનાને લઈને આમિર ખાન-અલ્લુ અર્જુન સહિતના સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હી બ્લાસ્ટની ઘટનાને લઈને આમિર ખાન-અલ્લુ અર્જુન સહિતના સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું 1 - image


Celebs Reacts On Delhi Blast:  દિલ્હીમાં આતંકી ષડયંત્રની ગંભીર આશંકા વચ્ચે એક ભયાનક બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. 10 નવેમ્બરની સાંજે લાલ કિલ્લાથી માત્ર 300 મીટર દૂર મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં શરૂઆતમાં 8 લોકોના મોત થયા હતા અને જેનો મૃત્યુઆંક આજે વધીને 13 પર પહોંચી ગયો છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. હવે આ દુ:ખદ ઘટના પર સિનેમા જગતના અનેક સ્ટાર્સે દુ:ખ વ્યક્ત કર્યું છે, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકો અને પીડિતો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. 

અલ્લુ અર્જુને દુઃખ વ્યક્ત કર્યું

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુને દિલ્હી બ્લાસ્ટની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. પોતાના X એકાઉન્ટ પર એક્ટરે લખ્યું કે, 'દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલી દુ:ખદ ઘટનાથી હું ખૂબ જ દુ:ખી છું. મારી સંવેદના પીડિતો અને તેમના પરિવાર સાથે છે. હું કામના કરું છું કે, ફરી એક વાર શાંતિ સ્થાપિત થશે.'



આમિર ખાન પ્રોડક્શન હાઉસે દુ:ખ વ્યક્ત કર્યું

અભિનેતા આમિર ખાનના પ્રોડક્શન હાઉસે પણ દિલ્હી બ્લાસ્ટની ઘટના પર પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. પ્રોડક્શન હાઉસ તરફથી એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં લખ્યું છે કે, 'દિલ્હી બ્લાસ્ટમાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે અમે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમે તેમની સાથે છીએ અને તેમના માટે પ્રાર્થના કરીએ છીએ.'


સિદ્ધાર્થ મલ્હોત્રાએ દુઃખ વ્યક્ત કર્યું

એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ઘટનાથી પ્રભાવિત થયેલા લોકો પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે. સિદ્ધાર્થે લખ્યું કે, 'લાલ કિલ્લા બ્લાસ્ટથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે મારી સંવેદના. દિલ્હી મજબૂત રહે અને સુરક્ષિત રહે.'

દિલ્હી બ્લાસ્ટની ઘટનાને લઈને આમિર ખાન-અલ્લુ અર્જુન સહિતના સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું 2 - image

રાજકુમાર રાવે દુઃખ વ્યક્ત કર્યું

અભિનેતા રાજકુમાર રાવ બ્લાસ્ટના સમાચારથી તૂટી ગયો. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર દુર્ઘટના સાથે સબંધિત એક પોસ્ટ શેર છે. તેમાં આ ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે દુ:ખ અને સંવેદના વ્યક્ત કરી છે. આ ઉપરાંત અભિનેતાએ વધુ એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેમણે તૂટેલા દિલ વાળું ઈમોજી બનાવ્યું છે.

દિલ્હી બ્લાસ્ટની ઘટનાને લઈને આમિર ખાન-અલ્લુ અર્જુન સહિતના સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું 3 - image

કરણ જૌહરે દુઃખ વ્યક્ત કર્યું

ફિલ્મ મેકર અને ફિલ્મ પ્રોડ્યૂસર કરણ જૌહરે પણ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરીને સંવેદના વ્યક્ત કરી છે. કરણે પોતાની સ્ટોરીમાં લખ્યું કે, 'દિલ્હી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ અને તેનાથી પ્રભાવિત થયેલા લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. સુરક્ષિત રહો અને આવા સમયમાં સાવધાની રાખો.'

દિલ્હી બ્લાસ્ટની ઘટનાને લઈને આમિર ખાન-અલ્લુ અર્જુન સહિતના સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું 4 - image

હુમા આ ઘટનાથી દુ:ખી થઈ

અભિનેત્રી હુમા કુરૈશીએ પણ આ ઘટના સાથે સબંધિત એક પોસ્ટને પોતાની સ્ટોરી પર શેર કરતા તૂટેલા દિલ વાળું ઈમોજી બનાવ્યું છે. 

રવિના-રિદ્ધિમાં સહિત આ સ્ટાર્સ પણ દુ:ખ વ્યક્ત કરી ચૂક્યા છે

આ ઉપરાંત દિલ્હી બ્લાસ્ટની ઘટના પર અભિનેત્રી રવિના ટંડન, તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજય અને તેમની પાર્ટી ટીવીકે, રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર અને વિનીત કુમાર સહિત અનેક સેલિબ્રિટીઓએ ગઈકાલે જ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અભિનેતા સોનુ સૂદ, ઈશાન ખટ્ટર અને નિમરત કૌરે પણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને અસરગ્રસ્ત લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ મામલે સરકારનો મોટો નિર્ણય, NIAને સોંપી તપાસ; કાશ્મીરથી 3ની અટકાયત

દિલ્હીમાં મૃતકાંક વધીને 12 થયો 

દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મૃતકાંક વધીને 12 થઈ ગયો છે. જોકે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. કેમ કે બ્લાસ્ટને કારણે લોકોના શરીરના ચીથરાં ઉડી ગયા છે. જેના કારણે તેમની ઓળખ કરવા માટે લાંબી પ્રક્રિયા હાથ ધરવી પડે એમ છે.

Tags :