Entertainment

દીપિકાને વોક ઓફ ફેમ માટે વર્ષે 73 લાખનો મેઈનટેનન્સનો ખર્ચો

By GS TEAM
5 Jul 20251 min read
દીપિકાને વોક ઓફ  ફેમ માટે વર્ષે 73 લાખનો મેઈનટેનન્સનો ખર્ચો

- સન્માન વિનામુલ્યે હોય છે પણ જાળવણી માટે કરાર

- એલએની સ્ટ્રીટ પર સ્ટાર જડવા માટે તથા તેની જાળવણી માટે ફી લેવાય છે

મુંબઇ : દીપિકા પદુકોણ હોલીવૂડ વોક ઓફ ફેમ માટે પસંદ થનારી પહેલી ભારતીય અભિનેત્રી બની છે. આ કોઈ પેઈડ સન્માન નથી પરંતુ તેણે આ સન્માન મળ્યા બાદ મેઈનટેનન્સ માટે દર  વર્ષે ૭૩ લાખ રુપિયા ચૂકવવા પડશે. 

હોલીવૂડ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વોક ઓફ ફેમ સન્માન માટે વિશ્વભરમાંથી ૩૦૦ અરજી મગાવાય છે. કોઈ સ્ટાર જાતે નોમિનેશન લઈ શકે છે અથવા તો કોઈ વ્યક્તિ પણ કોઈ સ્ટાર માટે નોમિનેશન આપી શકે છે. આ સમગ્ર પ્રક્રિયામાં સંબંધિત સેલિબ્રિટીએ પોતે  કોઈ જાતની ફી ભરવાની હોતી નથી. 

જ્યૂરી દ્વારા આ અરજીઓમાંથી ૩૦ લોકોને વોક ઓફ ફેમ માટે પસંદ કરવામાં આવે છે.  લોસ એન્જલિસની ત્રણ સ્ટ્રીટ અને હોલીવૂૂડ બોલવર્ડમાં રસ્તાની એક સાઈડ પર જડેલા  સિતારાઓ પર આ સ્ટારનું નામ તથા ફોટો અંકિત કરવામાં આવે છે. 

પસંદગી  થયા બાદ સંબંધિત સ્ટારે આ વોક ઓફ  ફેમ માટે વર્ષે ૭૩ લાખ રુપિયા જેટલું મેેઈનટેનન્સ ચૂકવવું પડે છે. 

આ ફીનો ઉપયોગ રસ્તા પર સ્ટાર જડવા માટે તથા તેની સારસંભાળ માટે થાય છે. 

આ ફીમાં વખતોવખત ફેરફાર પણ થતો રહે છે.  પસંદગી  વખતે જ સ્ટાર સાથે આ માટે કોન્ટ્રાકટ કરવામાં આવે  છે.  હાલ વોક ઓફ ફેમ પર આશરે ૨૭૦૦ જેટલા સ્ટાર્સને સન્માન મળી ચૂક્યું છે.