દીપિકા પદુકોણ સિંઘમ અગેઇનમાં મહિલા પોલીસના રોલમાં જોવા મળશે

- રોહિત શેટ્ટીએ કરી દીપિકાના નામની ઘોષણા
મુંબઇ : રોહિત શેટ્ટી હાલ તેની આવનારી ફિલ્મ સર્કસ માટે ચર્ચામાં છે. તેણે હાલમાં સર્કસનું એક આઇટમ ગીત કરંટ લગા રે લોન્ચ કર્યું.આ પ્રસંગે રોહિત શેટ્ટીએ દીપિકા પદુકોણ સિંઘમ અગેઇનમાં મહિલાપોલીસ ઓફિસરનો રોલ કરવાની છે તેની ઘોષણા કરી.
રોહિત શેટ્ટીની રણવીર સિંહની ડબલ ભૂમિકાવાળી ફિલ્મ સર્કસનું આઇટમ સોન્ગ લોન્ચ કર્યું હતું. આ આઇટમ ગીત કરન્ટ લગા રેમાં દીપિકા અને રણવીરની કેમેસ્ટ્રી જોવા મળે છે. આ ગીતને ફિલ્મના દિગ્દર્શક રોહિત શેટ્ટીની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ અવસર પર રોહિત શેટ્ટીએ સિંઘમ ૩માં દીપિકા પદુકોણ કામ કરી રહી છે કે નહીં તેના પ્રક્ષનો ઉત્તર આપ્યો હતો. રોહિતે જણાવ્યું હતું કે, દીપિકા પદુકોણ મારી આગામી ફિલ્મ સિંઘમ ૩માં લેડી સિંઘમના રોલમાં જોવા મળશે. તે મહિલા પોલીસ ઓફિસરનો રોલ કરવાની છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વરસથી શરૂ થવાનું છે.

