Get The App

દીપિકા ચિખલિયા સરોજિની નાયડુ પર આધારિત ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવશે

- અભિનેત્રી રામાણયની સીરિયલમાં સીતાનું પાત્ર ભજવીને લોકપ્રિય થઇ

Updated: May 9th, 2020

GS TEAM

Google News
Google News
દીપિકા ચિખલિયા સરોજિની નાયડુ પર આધારિત ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવશે 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.08 મે 2020, શુક્રવાર

લગભગ ૩૦ વરસ પછી રામાનંદ સાગરની રમાયણના પુનઃપ્રસારણથી શોના દરેક પાત્રો ચર્ચામાં છે. આ દરમિયાન સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાએ પોતાની આગામી ફિલ્મની સત્તાવાર ઘોષણા કરી છે. 

દીપિકા જલદી જ સરોજિની નાયડુના જીવન પર બની રહેલી ફિલ્મમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તે મુખ્ય પાત્ર ભજવી રહી છે. સરોજિનીનું પહેલુ પોસ્ટર પણ દીપિકો જ સોશિયલ મીડિયા પરના પોતાના અકાઉન્ટ પરથી શેર કર્યું છે. દીપિકાએ આ પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે, સરોજિની નાયડૂ... પહેલુ લુક...પોસ્ટર.

આ પોસ્ટર દ્વારા આ ફિલ્મને સ્વતંત્રતા ની નાયિકાની એક અનકહી કહામી દરીકે દર્શાવામાં આવી છે. દીપિકા આ પહેલા પણ આ ફિલ્મ વિશે કહી ચુકી છે. તેણે કહ્યું હતું કે, મને સરોજિની નાયડૂની બાયોપિક ઓફર થઇ છે. લોકડાઉનના કારણે દિગ્દર્શક ધીરજ મનસ્ટ્ક્રિપ્ટ સંભળાવી શક્યા નથી, પરંતુ હાલ હું તેમને વિશે વાંચી રહી છું.

દીપિકા આ પાત્રને એક પડકાર સમાન માને છે. તેનું માનવું છે કે, સીતાનું પાત્ર ભજવવું એટલું મુશ્કેલ નહોતું. વાસ્તવમાં સીતાને કોઇએ જોઇ નહોતી, તેના જીવનની ઘટનાઓ અનુસાર મેં પણ કર્યું જેથી લોકો સંતુષ્ટ થઇ ગયા હતા. પરંતુ સોરિજિની નાયડુ વિશે તો લોકો જાણે છે. આવી પરિસ્થિતિમાં એક પણ ભૂલ ભારી પડી શકે છે. મારે આ પાત્ર ભજવવા માટે નાનામાં નાની વાત પર ધ્યાન આપવું પડશે. 

ઉલ્લેખનીય છે કે, દીપિકા ચિતલિયાએ ૧૯૮૩ થી ૧૯૯૪ સુધી અનેક ફિલ્મોમા કામ કર્યું છે. પરંતુ તેને ઓળખ સીતાના પાત્રથી મળી. પરંતુ પોતાના સંતાન ઉછેર માટે તે ફિલ્મ દુનિયાથી દૂર થઇ ગઇ હતી. પરંતુ ૨૦૧૮માં તે લાંબા સમય બાદ ફિલ્મ  ગાલિબથી બોલીવૂડમાં ફરી સક્રિય થઇ. તે છેલ્લે ફિલ્મ બાલા પણ નજરે ચડી હતી.

Tags :