Entertainment

દીપિકા અને અલ્લુ અર્જુન નવેમ્બરથી સાથે શૂટિંગ કરશે

By GS TEAM
22 Aug 20251 min read
દીપિકા અને અલ્લુ અર્જુન નવેમ્બરથી સાથે શૂટિંગ કરશે

- એટલીની ફિલ્મનું શિડયૂલ નક્કી થયું

- 100 દિવસનું સળંગ  શિડયૂલ ગોઠવાશે, ફિલ્મ ૨૦૨૭માં રીલિઝ થવાની સંભાવના

મુંબઇ : અલ્લુ અર્જુન અને દીપિકા આગામી નવેમ્બરથી એટલીની ફિલ્મનું શૂટિંગ શરુ કરશે. 

આ ફિલ્મ માટે ૧૦૦ દિવસનું શિડયૂલ નક્કી કરાયું છે. ૨૦૨૬માં પણ અનેક દિવસો સુધી શૂટિંગ શરુ કરાશે. ફિલ્મ ૨૦૨૭માં રીલિઝ થવાની છે. 

ફિલ્મમાં દીપિકા એક વોરિયરના પાત્રમાં હોવાથી તેણે અત્યારથી આ માટે ટ્રેનિંગ શરુ કરી દીધી છે. દીપિકાએ શૂટિંગ  માટે સળંગ દિવસો ફાળવ્યા છે. 

અલ્લૂ અર્જુન આ ફિલ્મમાં ત્રણ ભૂમિકાઓમાં જોવા મળવાનો છે.  તે જુદાં જુદાં ગેટ અપમાં દેખાશે.  અલ્લુ હાલ ફક્ત આ જ પ્રોજેક્ટ પર ધ્યાન આપી રહ્યો છે.