Get The App

શાહરુખ સાથે નથી કર્યા...' પ્રસિદ્ધિ માટે NRI સાથે લગ્નનો આરોપ, ટ્રોલર્સ પર ભડકી અભિનેત્રી

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
શાહરુખ સાથે નથી કર્યા...' પ્રસિદ્ધિ માટે NRI સાથે લગ્નનો આરોપ, ટ્રોલર્સ પર ભડકી અભિનેત્રી 1 - image


Dalljiet Kaur Responds To Trollers: અભિનેત્રી દલજીત કૌરે અભિનેતા શાલિન ભનૌત સાથે ડિવોર્સ પછી કેન્યા સ્થિત બિઝનેસમેન નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેમના આ લગ્ન એક વર્ષ પણ નહીં ટક્યા અને તે બધું છોડીને પોતાના માતાપિતાના ઘરે પાછી ફરી. હાલમાં તેમના ડિવોર્સનો કેસ કોર્ટમાં છે. લગ્ન પછી દલજીત નિખિલ સાથે વિદેશમાં શિફ્ટ થઈ ગઈ હતી. જ્યારે તેમના સંબંધોમાં તિરાડનો મામલો સામે આવ્યો ત્યારે ટ્રોલર્સે કહ્યું કે 'તેણે તો પ્રસિદ્ધિ માટે NRI સાથે લગ્ન કર્યા હતા.'

મેં શાહરુખ સાથે લગ્ન નથી કર્યા

આ અંગે દલજીત કૌરે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. અભિનેત્રીએ હવે સ્પષ્ટ કહ્યું કે, ‘મારા લગ્ન એવી વ્યક્તિ સાથે થયા હતા, જેને ઈન્ડસ્ટ્રી સાથે લેવા-દેવા નથી. લોકોએ મને ટ્રોલ કરી કે, મેં ફેમસ થવા માટે લગ્ન કર્યા હતા. અરે ભાઈ મેં શાહરુખ સાથે લગ્ન નહોતા કર્યા. મેં એક નૉન-ઈન્ડસ્ટ્રી પર્સન સાથે લગ્ન કર્યા હતા, જે આફ્રિકાના નૈરોબી સિટીમાં રહે છે, જ્યાં ઈન્ડિયા, પાપારાઝી કે ટેલિવિઝન કંઈ નથી. હું મારી ઈન્ડસ્ટ્રી સાથે કેટલી જોડાયેલી છું. હું આ બધું નહોતી ઈચ્છતી. હું ફક્ત એક સારું જીવન જીવવા ઈચ્છું છું.’

આ પણ વાંચો: રશિયાનું વિમાન ગુમ થતાં હડકંપ; 50 મુસાફરો સવાર હતા, ATC સાથે સંપર્ક તૂટ્યો

નોંધનીય છે કે, દલજીત હાલમાં પોતાના પુત્ર જેડન સાથે મુંબઈમાં રહે છે. તે હવે પોતાનો વ્લોગ 'માય સોલ ઈન માય સૂટકેસ' પણ ચલાવી રહી છે.

Tags :