દિવંગત ઈરફાન ખાનના દીકરા બાબિલનો રડતો VIDEO વાઈરલ, ફેન્સ થયા ચિંતિત, બોલિવૂડથી દુઃખી?
Bollywood Actor Babil Khan: બોલિવૂડના પ્રસિદ્ધ દિવંગત અભિનેતા ઈરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી સ્ટાર કીડ્સની ટીકા કરી હતી. આ વીડિયોમાં તે ભાવુક થઈ રડવા લાગતાં તેના ચાહકો તેની માનસિક સ્થિતિ મુદ્દે ચિંતિત બન્યા હતાં. જો કે, બાદમાં તેણે આ વીડિયો ડિલિટ કરી દીધો હતો.
વીડિયો ક્લિપમાં બાબિલ ખાને અનન્યા પાંડે, અર્જૂન કપૂર, શનાયા કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, આદર્શ ગૌરવ, અરિજિત સિંહના નામ લઈ તેમની ટીકા કરી હતી. આ સિવાય અન્ય ઘણા લોકો બનાવટી હોવાનો આરોપ મૂક્યો હતો. તેણે બોલિવૂડને પણ નકલી-બનાવટી ઈન્ડસ્ટ્રી કરી વખોડી હતી.
બોલિવૂડ ખૂબ જ ખરાબ છે
બોલિવૂડમાં તેની સાથે ભેદભાવ અને ટ્રોલ થઈ રહ્યો હોવાનો આરોપ મૂકતાં બાબિલે કહ્યું કે, 'મારો કહેવાનો અર્થ એટલો જ છે કે, હું ફક્ત તમને એટલુ જણાવવા માગુ છું કે, શનાયા કપૂર, અનન્યા પાંડે, અર્જુન કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, રાઘવ જુયાલ, આદર્શ ગૌરવ અને અરિજિત સિંહ જેવા લોકો છે. બીજા ઘણા નામો છે. બોલીવુડ ખૂબ જ ખરાબ છે.' આટલું બોલતાં જ તે ખૂબ રડવા લાગે છે.
Looks like #BabilKhan is having massive mental breakdown
— Redditbollywood (@redditbollywood) May 4, 2025
All his Instagram posts have been deleted.
Hope he is OK . The video is triggering pic.twitter.com/meE0GVtitT
બોલિવૂડ સૌથી નકલી ઈન્ડસ્ટ્રી છે
બાબિલે આગળ વીડિયોમાં કહ્યું કે, બોલિવૂડ એ તદ્દન નકલી સૌથી વધુ બનાવટી ઈન્ડસ્ટ્રી છે. હું પણ તેમનો જ હિસ્સો રહ્યું છું. પરંતુ અહીં ઘણા ઓછો લોકો છે, જે બોલિવૂડને સારી બનાવવા માગે છે. હું તમને ઘણું બધુ બતાવવા માગું છું, કહેવા માગું છું, આપવા માગું છું...
ચાહકો ચિંતિત
તેની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, એક યુઝરે લખ્યું, "તેણે જે લોકોના નામ લીધા છે તે બધા જાણીતા ધર્મા પ્રોડક્શનના ગુંડાઓ છે... મને ખરેખર બાબિલની ચિંતા થાય છે. મને આશ્ચર્ય થાય છે કે તેઓએ શું કર્યું છે. જેનાથી તે આટલો બધો પીડાઈ રહ્યો છે. અન્ય એક યુઝરે કહ્યું કે, શું કોઈએ પાંચ દિવસ પહેલા ઇરફાનની પુણ્યતિથિ પર પોસ્ટ કરેલી કવિતા વાંચી? એક પંક્તિ વાંચી હતી 'ટૂંક સમયમાં હું ત્યાં હોઈશ, તમારી સાથે, તમારા વિના નહીં. ચોક્કસપણે મને આ પોસ્ટે ઝંઝોડી નાખ્યો છે. બાબિલ બોલિવૂડની કઠોર વાસ્તવિક્તા સ્વીકારી શકતો નથી. સોશિયલ મીડિયા પર આવીને આ કહેવા મજબૂર થવુ જણાવી રહ્યું છે કે, તે કેટલી હદે પડી ભાંગ્યો છે.