Get The App

આમિર ખાનના સાત સ્ટાફ મેમ્બરને કોરોના પોઝિટિવ

- પરિવારમાંથી ફક્ત એક માતાની જ ટેસ્ટ બાકી હોવાથી તેમના માટે દુઆ માંગી

Updated: Jul 1st, 2020

GS TEAM

Google News
Google News
આમિર ખાનના સાત સ્ટાફ મેમ્બરને કોરોના પોઝિટિવ 1 - image


(પ્રતિનિધિ દ્વારા)    મુંબઇ, તા.30 જૂન 2020, મંગળવાર

કોરોના વાયરસનો પ્રકોપ વધતો જાય છે જેમાં  હવે આમિર ખાનનો પરિવાર પણ સપાટામાં આવી ગયો છે. આમિરાના સાત સ્ટાફ મેમ્બરને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની વાત બહાર આવી છે. જોકે આમિર અને તેનો પરિવાર સેફ છે પરંતુ તેની માતાની ટેસ્ટઆ સમાચાર આવ્યા ત્યાં સુધી થઇ નહોતી. 

આમિરની તરફથી એક હેવાલ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં તેણે લખ્યું છે કે, હું તમને લોકોને જાણ કરવા માંગુ છું કે, મારા સ્ટાફના સાત સભ્યોને કોરોના પોઝિટવ આવ્યો છે. જેમાં મારો એક ડ્રાઇવર, બે સુરક્ષાકર્મી અને એક રસોઇયો પણ સામેલ છે. આ લોકો કોરોનાગ્રસ્ત થયા છે તે શંકા પડતા જ અમે તે લોકોને તરત જ ક્વોરોનટાઇન કરી દીધા હતા. બીએમસીના અધિકારીઓએ પ્રભાવી કદમ ઉઠાવીને તરત જ તેમને મેડિકલ ફેસિલિટિમાં લઇ ગયા છે.

હું બીએમસીનો આભાર માનું છું કે, બહુ જ વ્યવસ્થિત રીતે તેમની કાળજી લઇ રહ્યા છે. તેમણે સોસાયટીને પર સારી રીતે સેનિટાઇઝ કરી છે. અમારા બધાના ટેસ્ટ થઇ ગયા છે અને નેગેટિવ આવ્યા છે. હવે હાલ હું મારી માતાને તબીબી પરિક્ષણ માટે લઇ જઇ રહ્યો છું, દુઆ કરશો કે મારી માતાની ટેસ્ટ પણ નેગેટિવ આવે. 

Tags :