Coolie Box Office: રૂ.400 કરોડનું બજેટ 7 જ દિવસમાં વસૂલ! વોર-2 પણ પછડાઈ
Coolie Box Office Collection Day 7 : રજનીકાંતની ફિલ્મ 'કુલી' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે ઋતિક રોશન અને જુનિયર એનટીઆરની વોર 2ને પછાડીને 400 કરોડ રુપિયાના મોંઘા બજેટને 7 દિવસમાં વસુલ કરી દીધુ છે. જેના કારણે ફિલ્મની કમાણી ધીરે ધીરે નવો રેકોર્ડ બનાવવા જઈ રહી છે. બોક્સ ઓફિસ ટ્રેકર સકનિલ્કની શરુઆતના આંકડાએ કુલીએ 7 દિવસમાં વર્લ્ડવાઈડ 425 કરોડ રુપિયા સુધીની કમાણી કરી લીધી દીધી છે.
આ પણ વાંચો: સની અને બોબી દેઓલ ફરી 'અપને ટુ'માં જોવા મળશે
ભારતમાં ફિલ્મનું કલેક્શન 200 કરોડ રુપિયાને પાર
ભારતની વાત કરીએ તો 14 ઓગસ્ટે રિલીઝ થયેલી રજનીકાંતની ફિલ્મે 7 દિવસમાં 222.5 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, જેમાં તેણે પહેલા દિવસે 65 કરોડ રૂપિયા, બીજા દિવસે 54.75 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 39.5 કરોડ રૂપિયા, ચોથા દિવસે 35.25 કરોડ રૂપિયા, પાંચમા દિવસે 12 કરોડ રૂપિયા, છઠ્ઠા દિવસે 9.5 કરોડ રૂપિયા અને સાતમા દિવસે 6.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેના કારણે ભારતમાં ફિલ્મનું કલેક્શન 200 કરોડ રુપિયાને પાર પહોંચી ગયુ છે. જ્યારે ભારતમાં ગ્રોસ 155.8 કરોડ રૂપિયા છે.
વોર 2 ની વાત કરીએ તો, ઋત્વિક રોશનની ફિલ્મે વર્લ્ડવાઈડ 300 કરોડ રુપિયાનો આંકડો પાર કરી લીધો છે. જ્યારે ભારતમાં ફિલ્મનું કલેક્શન 199.09 કરોડ રૂપિયા છે. ભારતમાં ગ્રોસ કલેક્શન 2.31.1 કરોડ રૂપિયા છે.
ઉલ્લેખનીય છે કે, 'કુલી' ભારતમાં તમિલ, તેલુગુ, હિન્દી અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થઈ છે. આ એક એક્શનથી ભરપૂર ફિલ્મ છે, જેમાં રજનીકાંત સાથે નાગાર્જુન, શ્રુતિ હાસન, સોબિન શાહિર અને આમિર ખાન જેવા કલાકારો જોવા મળે છે. આ ફિલ્મનું નિર્દેશન લોકેશ કનાગરાજે કર્યું છે. જેઓએ 'કૈથી', 'વિક્રમ' અને 'માસ્ટર' જેવી હિટ ફિલ્મો આપી છે.