Get The App

પ્રભાસની રાજા સાહેબ હવે આવતાં વર્ષ પર ઠેલાઈ શકે

Updated: Aug 15th, 2025

GS TEAM

Google News
Google News
પ્રભાસની રાજા સાહેબ  હવે આવતાં વર્ષ પર ઠેલાઈ શકે 1 - image


- ફિલ્મનું હજુ 20 ટકા શૂટિંગ  બાકી છે 

- મૂળ ગત એપ્રિલમાં રીલિઝ થવાની હતી, પ્રભાસની તારીખોના ધાંધિયાને કારણે વિલંબ

મુંબઇ : પ્રભાસની 'રાજા સાહેબ' હવે આવતાં વર્ષે રીલિઝ થવાની ધારણા છે. મૂળ આ ફિલ્મ ગત એપ્રિલમાં રીલિઝ થવાની હતી. તે પછી તેની રીલિઝ તારીખ આગામી ડિસેમ્બર પર ઠેલવામાં આવી હતી. 

પરંતુ, ફિલ્મનું હજુ ૨૦ ટકા શૂટિંગ બાકી છે.  ફિલ્મનું પોસ્ટ  પ્રોડક્શન પણ સમાંતર શરુ કરાયું છે પરંતુ તેમાં વિલંબ થવાની  સંભાવના છે. પ્રભાસ એક સાથે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હોવાથી તેની તારીખોનું  શિડયૂલ ખોરવાઈ ગયું છે. આથી ફિલ્મનું શૂટિંગ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે.  સાઉથના તમામ નિર્માતાઓ આ કારણોસર પરેશાન છે. 

પ્રભાસ  'બાહુબલી' ફિલ્મથી  પાન ઈન્ડિયા સ્ટાર બની ગયો હતો પરંતુ એ પછી  તે એ મોમેન્ટમ જાળવી શક્યો નથી. તેણે કેટલીક  ફિલ્મોની પસંદગીમાં પણ ભૂલો કરી છે. 

Tags :