સિનેજગતનાં ખ્યાતનામ કોરિયોગ્રાફર સરોજ ખાન શ્વાસ લેવામાં તકલીફ બાદ હોસ્પિટલમાં દાખલ
મુંબઇ, 23 જુન 2020 મંગળવાર
બોલિવૂડના જાણીતા કોરિયાગ્રાફર સરોઝ ખાનને મંગળવારના રોજ મુંબઈનાં બાદ્રાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તેમની ઉંમર હાલમાં 71 વર્ષ છે.
સરોઝ ખાને બોલિવૂડમાં એકથી એક ચડિયાતા ગીતો આપ્યા છે. તેમના હાથ નીચે શિખેલા અનેક કલાકારો આજે બોલિવૂડમાં સારામાં સારા કરિયર બનાવી બેઠા છે. તેમણે વર્ષ 1983માં ‘હીરો’ ફિલ્મમાં કોરિયાગ્રાફી કરી હતી. જ્યારે કોરિયાગ્રાફર તરીકે તેમની છેલ્લી ફિલ્મ ‘કલંક’ હતી.
સરોજ ખાન તેમના કામથી થોડા દિવસો દુર રહ્યા બાદ 2019 માં પરત ફર્યા હતા અને મલ્ટિસ્ટારર ફિલ્મ 'કલંક' અને કંગના રાનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી' માં એક-એક ગીત કોરિયોગ્રાફ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ચારેબાજૂ કોરોનાનો પ્રકોપ ચાલી રહ્યો છે. ત્યારે આવા સમયે સરોઝ ખાનને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવતા તેમના પ્રશંસકોમાં ચિંતા જોવા મળી છે.
જો કે, હાલમાં તેમના પરિવાર તરફથી કોઈ જાણકારી આ અંગે આપવામાં આવી નથી. એટલા માટે કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાવાની અપીલ કરીએ છીએ. હાલ સુધીમાં મળેલી વિગતો પ્રમાણે તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.