સાઉથ એક્ટર વિક્રમની તબિયત બગડતા, હોસ્પિટલમાં એડમિટ કરાયા
નવી મુંબઇ, તા. 8 જુલાઇ 2022, શુક્રવાર
સાઉથ ઈન્ડિયન ફિલ્મોનો જાણીતો એક્ટર વિક્રમ (Vikram)ની તબિયત અચાનક ખરાબ થઇ છે. ચિયાન વિક્રમને ચેન્નાઇના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે એક્ટર વિક્રમને છાતીમાં પ્રોબ્લેમ થતાં ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. એક્ટર વિક્રમને છાતીમાં સમસ્યા થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
કેટલાંક મીડિયા રિપોર્ટ્સનું એવું કહેવું છે કે એક્ટર વિક્રમને હાર્ટ અટેક આવ્યો છે. એક્ટરનાં મેનેજરે ટ્વીટર પર વિક્રમનો હેલ્થ અપડેટ શેર કર્યો હતો. આ ટ્વીટમાં તેમણે લખ્યુ હતુ કે, "વિક્રમ સ્ટેબલ છે". આ સાથે જ એવી પણ અપીલ કરાઈ છે કે સોશિયલ મીડિયા પર વિક્રમ સંબંધિત કોઈ ફેક ન્યૂઝ ફેલાવશો નહીં.
હાલ,ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં વિક્રમની સારવાર ચાલી રહી છે. એક્ટર વિક્રમ હોસ્પિટલમાં દાખલ થયો હોવાની જાણ થતાં સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. લોકો વિક્રમ જલ્દી સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.
ફિલ્મની વાત કરીએ તો ડિરેક્ટર મણિ રત્નમની અપકમિંગ તમિલ ફિલ્મ 'Ponniyin Selvan: I'માં વિક્રમ લીડ રોલમાં જોવા મળશે.