Entertainment

સલમાનની વોર ફિલ્મમાં ચિત્રાંગદા સિંહની એન્ટ્રી થઈ

By GS TEAM
20 Jun 20251 min read
સલમાનની વોર ફિલ્મમાં ચિત્રાંગદા સિંહની એન્ટ્રી થઈ

- ગલવાન વેલી લડાઈ પર આધારિત ફિલ્મ હશે

- સલમાનને હિટ ફિલ્મના ફાંફા ચિત્રાંગદાની કેરિયર રિવાઈવ થઈ

મુંબઇ : સલમાન ખાન ગલવાન વેલીની લડાઈ પર આધારિત એક ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની હિરોઈન તરીકે ચિત્રાંગદા સિંઘની પસંદગી થઈ છે. 

રસપ્રદ વાત એ છે કે સલમાન ખાન છેલ્લા કેટલાય સમયથી એક હિટ ફિલ્મ માટે તરસી ગયો છે. બીજી તરફ બોલીવૂડમાં બહુ વર્ષોથી સક્રિય ચિત્રાંગદાની કેરિયર હમણા રિવાઈવ થઈ છે. 'ખાકી  ધી બંગાલ ચેપ્ટર' ઓટીટી સીરિઝમાં તેનું કામ વખણાયું હતું. આ ઉપરાંત તાજેતરમાં 'હાઉસફૂલ ફાઈવ' ફિલ્મમાં પણ તે જોવા  મળી હતી.  સલમાન કર્નલ બી. સંતોષ બાબુ નામના આર્મી ઓફિસરનો રોલ ભજવવાનો છે. કર્નલ બી. સંતોષબાબુએ  ગલવાન લડાઈ વખતે ૧૬ બિહાર રેજિમેન્ટની કમાન સંભાળી હતી.  જુલાઇ મહિનાથી આ ફિલ્મના શૂટિંગની શરૂઆત કરવામાં આવશે.શૂટિંગ શેડયુલ ૭૦  દિવસનું  છે. ઓક્ટોબરમાં શૂટિંગ પૂર્ણ કરી દેવામાં આવશે.