શૂટિંગ શરૂ થાય એના 2 દિવસ પહેલા જ કાઢી મૂકી... અભિનેત્રીનું છલકાયું દર્દ, કહ્યું - હું ખુશ છું કે...
Chahatt Khanna: ચાહત ખન્ના ને કોઈ પરિચયની જરૂર નથી. તે ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક પ્રખ્યાત નામ છે. તેણે રામ કપૂરના ટીવી શો 'બડે અચ્છે લગતે હૈ' માં પોતાના જોરદાર અભિનયથી દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી. તેણે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ચાહત આજે જ્યાં છે ત્યાં પહોંચવા માટે તેણે ખૂબ જ મહેનત કરી છે.
શૂટિંગ શરૂ થવાના 2 દિવસ પહેલા જ કાઢી મૂકી
ચાહતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'મેં એક મોટા ટોચના સ્ટુડિયો સાથે એક ફિલ્મ સાઇન કરી હતી, પરંતુ શૂટિંગ શરૂ થવાના 2 દિવસ પહેલા, મારી જગ્યાએ એક એ-લિસ્ટર અભિનેત્રી આવી ગઈ હતી અને જયારે મને આ વિષે ખબર પડી, ત્યારે મને ખૂબ જ દુઃખ થયું હતું કે એક એ-લિસ્ટર અભિનેત્રીના કારણે મારે ફિલ્મ ગુમાવવી પડી.'
મને ફિલ્મ ગુમાવવાનું સાચું કારણ બે વર્ષ પહેલા જ ખબર પડ્યું
ચાહતે વધુમાં વાત કરતા કહ્યું કે, 'તે ઈન્ડસ્ટ્રીનો બેસ્ટ સ્ટુડિયો છે. જો કે મને 2 વર્ષ પહેલા ખબર પડી કે મેં તે ફિલ્મ કેમ ગુમાવી. તે સમયે, મને કેટલાક અન્ય કારણો આપવામાં આવ્યા હતા. આવા કારણો ક્યારેય તમને તમારા મોઢા પર આપવામાં આવતા નથી. તે ઠીક છે.'
આ પણ વાંચો: વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં શાહિદ-દિશાનું આઈટમ સોંગ હશે
મેં મારો રસ્તો જાતે બનાવ્યો
ચાહતે કહ્યું કે, 'હું ખુશ છું કે જે છોકરીને મારી જગ્યાએ કાસ્ટ કરવામાં આવી હતી. તે આજે ક્યાંય નથી. તે બસ તે ફિલ્મમાં જ જગ્યાએ છે. તો મને લાગે છે કે મને એ ફિલ્મમાં કાસ્ટ કરવામાં ન આવી એ જ સારું થયું. મેં મારો રસ્તો જાતે બનાવ્યો. જો તેઓએ મને કાસ્ટ કરી હોત, તો હું પણ માત્ર ત્યાં જ હોત. પરંતુ મારું દિલ એટલા માટે તૂટી ગયું કારણ કે આ શૂટિંગના 2 દિવસ પહેલા જ થયું હતું. મને સ્ક્રિપ્ટ વાંચવા માટે બોલાવવામાં આવી હતી, પરંતુ જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે મને સ્ક્રિપ્ટ પરત કરવાનું કહેવામાં આવ્યું. પણ આજે હું જ્યાં છું ત્યાં ખુશ છું.'