વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં શાહિદ-દિશાનું આઈટમ સોંગ હશે
- ફિલ્મમાં બે આઈટમ સોંગ હશે
- તૃપ્તિ ડિમરીની આ ફિલ્મ ને હજુ સુધી ફાઈનલ ટાઈટલ અપાયું નથી
મુંબઇ : શાહિદ કપૂરઅને દિશા પટાણી વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મમાં આઇટમ સોન્ગ કરતા જોવા મળવાના છે. આ એકશન ફિલ્મમાં બબ્બે આઇટમ સોન્ગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં તૃપ્તિ ડીમરી પણ મહત્વનો રોલ ભજવી રહી છે. ફિલ્મસર્જકે ડાન્સ નંબર્સ માટે બે મોટા ભવ્ય સેટ તૈયાર કર્યા છે. શાહિદ અને દિશા પ્રથમ વખત સાથે સ્ક્રીન શેર કરવાના છે.
ઉલ્લેખનીય છે કે શાહિદ પોતે બહુ સારો ડાન્સર છે.
એક્ટર તરીકે એક્ટિવ થયા પહેલાં તે શામક દાવરના ડાન્સ ગૂ્રપમાં સામેલ થયો હતો. તેણે બોલીવૂડની 'તાલ' સહિતની ફિલ્મોમાં બેક ગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કર્યું હતું.
આ ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. ફિલ્મ આ વર્ષે જ રીલિઝ થવાની હોવાનું કહેવાય છે.