Get The App

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યાના ડ્રેસમાં ભગવદ્ ગીતાનો શ્લોક બન્યો આકર્ષણનું કેન્દ્ર

Updated: May 23rd, 2025

GS TEAM

Google News
Google News
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યાના ડ્રેસમાં ભગવદ્ ગીતાનો શ્લોક બન્યો આકર્ષણનું કેન્દ્ર 1 - image


Aishwarya Rai at Cannes 2025: બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાએ ફરી એકવાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના અદ્ભુત લુકથી ચર્ચામાં આવી છે. પહેલા દિવસે, એક્ટ્રેસએ પરંપરાગત સફેદ બનારસી સાડી અને લાલ સિંદૂર લગાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સાંસ્કૃતિક વારસાનું સન્માન કર્યું હતું, જ્યારે બીજા દિવસે, ઐશ્વર્યા ઇન્ડો વેસ્ટર્ન લુકમાં જોવા મળી હતી. 

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયનો બીજો લુક

રેડ કાર્પેટ પર બીજા દિવસે, ઐશ્વર્યાએ ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરાયેલ બ્લેક સિક્વિન બોડી-ફિટ ગાઉન પહેર્યું હતું. આ ગાઉન ઓવરસાઈઝ સિલ્વર-બેજ ટેક્સચર કેપ પ્રી-ડ્રોપ સાથે જોડાયેલું હતું જેના પર ભગવદ ગીતાનો એક શ્લોક 'કર્મયોગ' ફ્લોન્ટ કર્યો હતો, જે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું પ્રતીક માનવામાં આવે છે.

વારાણસીના સાડી વણકરોથી મળી પ્રેરણા 

ઓવરસાઈઝ સિલ્વર-બેજ ટેક્સચર કેપ પર ભગવદ ગીતાનો એક શ્લોક 'કર્મયોગ' લખેલો હતો. આ અંગે ડિઝાઇનર ગૌરવ ગુપ્તાએ ખુલાસો કર્યો કે આ ઓવરસાઈઝ સિલ્વર-બેજ ટેક્સચર કેપની પ્રેરણા વારાણસીના સાડી વણકરોથી મળી હતી. ગૌરવ ગુપ્તા તેમના સ્કલ્પટેડ આઉટફિટ માટે પ્રખ્યાત છે અને વર્ષ 2022 માં પણ તેમણે ઐશ્વર્યાનો ગુલાબી ડ્રેસ તૈયાર કર્યો હતો, જે પણ ખૂબ જ સુંદર હતો.  

આ પણ વાંચો: કોને ફેર પડે છે...?' જાહ્નવી કપૂરે અનોખા અંદાજમાં હેટર્સને આપ્યો જવાબ

પહેલા લુકથી વિપરીત, ઐશ્વર્યા રાયના બીજા લુકમાં ગ્લેમર અને ચમક હતી. લાલ લિપસ્ટિક, ગ્લોસી ગાલ અને સ્ટેટમેન્ટ વિંગ્ડ આઈલાઈનર સાથે આ ડ્રેસ તેના આખા લુકને ગ્લેમરાઇઝ કરી રહ્યો છે. હેરસ્ટાઇલની વાત કરીએ તો, ઐશ્વર્યાએ સાઇડ પાર્ટિંગ સાથે કર્લ્સ કર્યા હતા. તેમજ આ લુક સાથે એશ્વર્યાએ ખૂબ જ ઓછી જવેલરી પહેરી હતી. જેમાં હાથ એક સુંદર ડાયમંડ રીંગ અને ઈયરીંગ પહેરી હતી.  

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યાના ડ્રેસમાં ભગવદ્ ગીતાનો શ્લોક બન્યો આકર્ષણનું કેન્દ્ર 2 - image

Tags :