શાહિદ-કૃતિની કમાલ! 'તેરી બાતો મેં એસા ઉલઝા જિયા' ફિલ્મે બીજા દિવસે કરી 20 કરોડની વર્લ્ડવાઈડ કમાણી

Teri Baaton Mein Aisa Uljha Jiya Collection : શાહિદ કપૂરની ફિલ્મ 'તેરી બાતો મેં એસા ઉલઝા જિયા' થિયેટરોમાં કમાલ કરી રહી છે. ભારત સિવાય ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ આ રોમેન્ટિંગ ફિલ્મ પોતાની કહાનીથી ફેન્સનું દિલ જીતી રહી છે.
રિલીઝના પહેલા બે દિવસમાં 'તેરી બાતો મેં એસા ઉલઝા જિયા'એ દુનિયાભરમાં કમાણી મામલે પોતાની ખાસ છાપ છોડી છે. આ વચ્ચે શાહિદ કપૂર અને કૃતિ સેનન સ્ટારર આ ફિલ્મે વર્લ્ડવાઈડ કલેક્શનનો રિપોર્ટ સામે આવ્યો છે.
જે રીતે ઓપનિંગ ડે પર ફિલ્મને વર્લ્ડવાઈડ કમાણી મામલે રિસ્પોન્સ મળ્યો છે, તેનાથી એ અંદાજ લગાવાય રહ્યો હતો કે રિલીઝના બીજા દિવસ એટલે શનિવારે આ ફિલ્મ શાનદાર પરફોર્મ્સ કરશે. એજ આધારે શાહિદ કપૂરે ફિલ્મે બીજા દિવસે પણ કમાલ કરી દીધી છે.
ડાયરેક્ટર દિનેશ વિજાનની આ ફિલ્મે લેટેસ્ટ વર્લ્ડવાઈડ કલેક્શન તરફથી કમાણી અંગે માહિતી અપાઈ છે. જે અનુસાર, ફિલ્મે બીજા દિવસે વર્લ્ડવાઈડ અંદાજિત 20.2 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કરી નાખ્યું છે.
પહેલા દિવસની સરખામણીએ આ ફિલ્મે 6 કરોડ રૂપિયાની વધુ કમાણી કરી છે, જેને લઈને વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શનમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આમ, ફિલ્મનું ટોટલ વર્લ્ડવાઈડ કલેક્શન 34 કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે.
વિકેન્ડ પર 50 કરોડને પાર કરશે શાહિદ કપૂરની ફિલ્મ
પહેલા બે દિવસમાં વર્લ્ડવાઈડ કલેક્શન કરનારી શાહિદ કપૂરની ફિલ્મ ઓપનિંગ વિકેન્ડ પર 50 કરોડનો આંકડો પાર કરે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.

