Entertainment

આમિર ખાનની ફિલ્મ પર ભારે પડી ધનુષની કુબેરા, ઓપનિંગ ડે પર 'સિતારે જમીન પર'ને લાગ્યો કરોડોનો ઝટકો

By GS TEAM
21 Jun 20253 mins read
TukuTouch Logo
ધનુષની ફિલ્મ 'કુબેરા' શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તે વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક હતી. શેખર કમ્મુલાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં નાગાર્જુન અને રશ્મિકા મંદાના પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં નજર આવી રહ્યા છે. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી સારા રિવ્યૂ મળી રહ્યા છે. જોકે, ઓપનિંગ કલેક્શન અપેક્ષા કરતા થોડું ઓછું રહ્યું છે. તેમ છતાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાની સાથે રિલીઝ થયેલી આમિર ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સિતારે જમીન પર'ને કમાણીના મામલે પાછળ છોડી દીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આમિર ખાનની ફિલ્મ પર ભારે પડી ધનુષની કુબેરા, ઓપનિંગ ડે પર 'સિતારે જમીન પર'ને લાગ્યો કરોડોનો ઝટકો

Kuberaa Box Office Collection Day 1: 20 જૂનના રોજ બોક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી. તેમાંથી એક બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ઈમોશનલ કોમેડી ડ્રામા ફિલ્મ 'સિતારે જમીન પર' અને બીજી સાઉથ સુપરસ્ટાર ધનુષની ક્રાઈમ ડ્રામા ફિલ્મ 'કુબેરા' છે. ચાહકો બંને જ ફિલ્મોને લઈને એક્સાઈટેડ હતા. બંને ફિલ્મોને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, પરંતુ હંમેશની જેમ બોક્સ ઓફિસ કમાણીની દ્રષ્ટિએ એક ફિલ્મ આગળ ચાલી રહી છે તો બીજી પાછળ છે. 

પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર છવાઈ કુબેરા

ધનુષની ફિલ્મ 'કુબેરા' શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તે વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક હતી. શેખર કમ્મુલાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં નાગાર્જુન અને રશ્મિકા મંદાના પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં નજર આવી રહ્યા છે. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી સારા રિવ્યૂ મળી રહ્યા છે. જોકે, ઓપનિંગ કલેક્શન અપેક્ષા કરતા થોડું ઓછું રહ્યું છે. તેમ છતાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાની સાથે રિલીઝ થયેલી આમિર ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સિતારે જમીન પર'ને કમાણીના મામલે પાછળ છોડી દીધી છે.

 કુબેરાનું પ્રથમ દિવસનું કલેક્શન

જો આપણે ધનુષની ફિલ્મ 'કુબેરા'ના પ્રથમ દિવસના કલેક્શનની વાત કરીએ તો તેણે લગભગ 13 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જોકે, આ કલેક્શન તેની પાછલી ફિલ્મ 'રાયન' કરતા ઘણું ઓછું હતું, જેણે પહેલા દિવસે 15.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, પરંતુ તેણે આમિર ખાનની ફિલ્મ 'સિતારે જમીન પર' ને પાછળ છોડી દીધી, જેણે પહેલા દિવસે 11.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 'કુબેરા' ના તેલુગુ વર્ઝનની વાત કરીએ તો ફિલ્મે શુક્રવારે એવરેજ 50.19 ઓક્યુપન્સી નોંધાવી હતી.

દક્ષિણ ભારતમાં ફિલ્મને મજબૂત શરૂઆત મળી

સવારના શોમાં 38.94%, બપોરે 54.58% અને સાંજે 57.04% ઓક્યુપન્સી જોવા મળી હતી. ઓપનિંગ ભલે થોડી ધીમી રહી પરંતુ દર્શકોના પોઝિટિવ રિસ્પોન્સના કારણે, એવું માનવામાં આવી રહ્યું છે કે શનિવાર અને રવિવારે ફિલ્મની કમાણીમાં વધારો જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં ફિલ્મને મજબૂત શરૂઆત મળી છે. ધનુષ 'કુબેરા'માં ભિખારીની ભૂમિકામાં જોવા મળે છે, જેના માટે તેણે વાસ્તવિક જીવનમાં ખૂબ જ મહેનત કરી. ફિલ્મમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. બધાને તેનું પાત્ર ખૂબ ગમ્યું.

દક્ષિણ ભારતમાં 'ફર્સ્ટ ડે ફર્સ્ટ શો' ફુલ રહ્યો

ફિલ્મમાં ધનુષનું પાત્ર ખૂબ જ અલગ અને પડકારરૂપ છે, જેમાં તેનું ટ્રાન્ફર્મેશન લોકોને ખૂબ જ પસંદ આવ્યું છે. ફિલ્મને સુનીલ નારંગ અને પુષ્કુર રામમોહન રાવે 'અમીગોઝ ક્રિએશન'ના બેનર હેઠળ પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ રિલીઝના દિવસે ધનુષ પોતાના દીકરા લિંગા સાથે ચેન્નઈના રોહિણી સિલ્વર સ્ક્રીન થિયેટરમાં 'ફર્સ્ટ ડે ફર્સ્ટ શો' જોવા પહોંચ્યો હતો. થિયેટરની બહાર ભારે ભીડ ઉમટી પડી હતી. ચાહકોએ દિવાલ પર ચઢીને તેને જોવાનો પ્રયાસ કર્યો હતો. ધનુષ જ્યારે બહાર આવ્યો ત્યારે તેણે હાથ જોડીને લોકોનું અભિવાદન ઝીલ્યું.  

આ પણ વાંચો: 'રેડ લાઇન ના વટાવશો', UNSCમાં બધા દેશોની સામે ચીનની ઈઝરાયલને કડક શબ્દોમાં ચેતવણી

જૂની ફિલ્મોના રેકોર્ડ તૂટી શકે

ધનુષનો ઈમોશનલ ચહેરો કેમેરામાં કેદ થયો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. બાદમાં સિક્યોરિટી ટીમે ભીડને સંભાળવી પડી. રસપ્રદ વાત એ છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ ફિલ્મને UA સર્ટિફિકેટ તો આપી દીધું પરંતુ 19 સીન કાપવામાં આવ્યા. આ કટ્સ બાદ ફિલ્મની કુલ લંબાઈ 13 મિનિટ 41 સેકન્ડ ઘટી ગઈ. હવે બધાની નજર વીકેન્ડના બોક્સ ઓફિસ કલેક્શન પર છે. જો ફિલ્મ શનિવાર અને રવિવારે સારું પ્રદર્શન કરે છે, તો તે ધનુષની જૂની ફિલ્મોના રેકોર્ડ તોડી શકે છે.