Get The App

VIDEO: 'બોર્ડર 2'નું ટીઝર રિલીઝ: આંસુ ન રોકી શક્યો સની દેઓલ, ફેન્સ પણ થયા ભાવુક

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: 'બોર્ડર 2'નું ટીઝર રિલીઝ: આંસુ ન રોકી શક્યો સની દેઓલ, ફેન્સ પણ થયા ભાવુક 1 - image


Border 2 Teaser Released : બોલિવૂડ એક્ટર સની દેઓલની આગામી ફિલ્મ 'બોર્ડર 2'નું મંગળવારે (16 ડિસેમ્બર) ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. મુંબઈમાં ટીઝર લોન્ચ ઈવેન્ટમાં સની દેઓલ, વરૂણ ધવન અને અહાન શેટ્ટી હાજર રહ્યા હતા. દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નિધન બાદ સની દેઓલ પહેલી વખત ફિલ્મની ઈવેન્ટમાં હાજર રહ્યો હતો, ત્યારે પોતાના આંસુ રોકી શક્યો ન હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ફેન્સ પણ ભાવુક થયા છે.

આંસુ ન રોકી શક્યો સની દેઓલ

મુંબઈમાં 'બોર્ડર 2'નું ટીઝર લોન્ચ ઈવેન્ટ દરમિયાન જ્યારે એન્કર દ્વારા ફિલ્મને લઈને સવાલ કર્યો તો સની દેઓલ ભાવુક થયો હતો અને પોતાના આંસુ રોકી શક્યો ન હતો. આ પછી લોકોના કહેવાથી સનીએ બોર્ડર 2 ફિલ્મનો ડાયલોગ, 'આવાજ કહા તક જાની ચાહીએ... લાહોર તક...' બોલ્યો હતો.  

આ પણ વાંચો: થિયેટરમાં આવશે ધર્મેન્દ્રની ફિલ્મ 'યમલા પગલા દીવાના', જાણો રિ-રિલીઝ ડેટ

'બોર્ડર 2' ક્યારે રિલીઝ થશે?

અનુરાગ સિંહ દ્વારા દિગ્દર્શિત વોર ડ્રામા ફિલ્મને ગુલશન કુમાર અને ટી-સીરિઝે જે.પી. દત્તાની જેપી ફિલ્મ્સ સાથે મળીને બનાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ, સની દેઓલ, વરૂણ ધવન અને અહાન શેટ્ટી લીડ રોલમાં છે. સોનમ બાજવા, મોના સિંહ, મેધા રાણા, અંગદ સિંહ, ગુનીત સંધુ અને પરમવીર ચીમા પણ સપોર્ટિંગ રોલમાં છે. આ ફિલ્મ 23 જાન્યુઆરી, 2026ના રોજ, પ્રજાસત્તાક દિવસના સપ્તાહમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.