Entertainment

બોની કપૂરે જિમ વગર ઘટાડ્યું 26 કિલો વજન, 69 વર્ષની ઉંમરે કર્યું ગજબ ટ્રાન્સફોર્મેશન

By GS TEAM
23 Jul 20252 mins read
TukuTouch Logo
ફિલ્મમેકર બોની કપૂર હાલમાં તેના લુકના કારણે ચર્ચામાં છે. બોની કપૂરે તેની ફિટનેસથી બધાને આશ્ચર્યચકિત કર્યા છે. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. બોની 69 વર્ષના છે અને આ ઉંમરમાં તેણે જિમ ગયા વગર 26 કિલો વજન ઓછું કર્યું છે. તે હાલમાં ડાઈટ અને લાઈફસ્ટાઈલ પર ફોકસ કરી રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે બોની કપૂરની ફિટનેસ રહસ્યને લઇને જણાવવામાં આવી રહ્યું છ કે તેણે વજન ઘટાડવા માટે ખૂબ મહેનત કરી છે. હેવી ફૂડ પર કંટ્રોલ અને ડાયટ પર ધ્યાન આપ્યુ હતું. રિપોર્ટ પ્રમાણે બોનીએ ડિનર છોડી દીધું હતું .

Summarized by AI; it may make mistakes. Check important info

બોની કપૂરે જિમ વગર ઘટાડ્યું 26 કિલો વજન, 69 વર્ષની ઉંમરે કર્યું ગજબ ટ્રાન્સફોર્મેશન
 INSTAGRAM/ boney.kapoor

Boney Kapoor Weight Loss Journey: ફિલ્મમેકર બોની કપૂર હાલમાં તેના લુકના કારણે ચર્ચામાં છે. બોની કપૂરે તેની ફિટનેસથી બધાને આશ્ચર્યચકિત કર્યા છે. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. બોની 69 વર્ષના છે અને આ ઉંમરમાં તેણે જિમ ગયા વગર 26 કિલો વજન ઓછું કર્યું છે. તે હાલમાં ડાઈટ અને લાઈફસ્ટાઈલ પર ફોકસ કરી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે બોની કપૂરની ફિટનેસ રહસ્યને લઇને જણાવવામાં આવી રહ્યું છે કે તેણે વજન ઘટાડવા માટે ખૂબ મહેનત કરી છે. હેવી ફૂડ પર કંટ્રોલ અને ડાયટ પર ધ્યાન આપ્યુ હતું. બોનીએ ડિનર છોડી દીધું હતું.

રાત્રે સૂતા પહેલા પીતા હતા સૂપ

રિપોર્ટ પ્રમાણે બોનીએ સવારના બ્રેકફાસ્ટ અને લંચ પર ખાસ ધ્યાન રાખ્યું હતું. સવારના નાસ્તામાં ફ્રૂટ અને જ્યૂસ સાથે જુવારની રોટલી અને રાત્રે જમવાનું બંધ કર્યું હતું. બોની રાત્રે ડિનરની જગ્યાએ સૂપ પિતો હતો. આ રીતે તેણે ખાવા-પીવા પર ખાસ ધ્યાન આપ્યું હતું. તેણે માત્ર ખાવા-પીવા પર ધ્યાન આપી વજન ઓછું કર્યું છે. 

એક વર્ષથી વજન ઘટાડવા પર કામ કરી રહ્યો છે બોની કપૂર 

રિપોર્ટ અનુસાર  બોની કપૂર વજન ઘટાડવા પર છેલ્લા એક વર્ષથી મહેનત કરી રહ્યો છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે શ્રીદેવીને આપેલું વચન પૂરું કરી રહ્યો છે. બોનીએ જણાવ્યું કે, 'શ્રીદેવીએ કહ્યું હતું કે, જો તે તેના વાળ સાથે કઇ કરવા ઈચ્છે તો પહેલા વજન ઘટાડવું પડશે. એટલે ફિલ્મમેકરે સૌથી પહેલા વજન ઘટાડવા પર ખાસ ધ્યાન આપ્યું. વર્ષ 2024થી અત્યાર સુધીમાં તેણે 14થી 15 કિલો વજન ઓછું કર્યું છે.'