બોલીવૂડ નિર્માતા કરીમ મુરાનીની પુત્રી શઝાને કોવિડ 19 ટેસ્ટ પોઝિટિવ આવી
- મુંબઇના વિલેપાર્લાની જાણીતી હોસ્પિટલમાં આઇસોલેશનમાં રાખવામાં આવી છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 6 એપ્રિલ 2020, સોમવાર
બોલીવૂડની ગાયિકા કનિકા કપૂરનો છઠ્ઠો કોવિડ ૧૯ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેને હવે ઘરમાં કોરોનટાઇનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે બીજી બાજુ બોલીવૂડ નિર્માતા કરીમ મુરાનીની પુત્રી શઝાને કોરોના વાયરસની ટેસ્ટ પોઝિટિવ આવી છે. તેને મુંબઇની પારલાની જાણીતી હોસ્પિટલમાં ્આઇસોલેશનમાં રાખવામાં આવી છે.
૩૧ વર્ષીય શઝાને મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં આઇસોલેશનમાં રાખવામાં આવી છે.સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર શઝાના અંકલ મોહમ્દ મોરાનીએ આ વાતને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે ક ે શઝાની ટેસ્ટ પોઝિટિવ આવી છે. તે એક મહિના પહેલા માર્ચમાં એક અઠવાડિયા માટે શ્રીલંકા ગઇ હતી. આ પહેલા તે કોઇ વિદેશીના સંપર્કમાં આવી નહોતી.
મોરાની મુંબઇના પારલા વિસ્તારમાં રહે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન મોરાનીના ઘરને સેનિટાઇઝ કરશે, તેના સંપૂણ ર્ ઘરને લોકડાઉન કરવામાં આવ્યું છે. આ બ્લિડિંગમાં કુલ નવ લોકો રહે છે. જેની તમામની ટેસ્ટ કરવામાં આવશે. અનુમાન છે કે, મુંબઇના જુહુ વિસ્તારનો આ પહેલો કેસ બનશે. મોરાની પરિવાર પાર્લાની જમનાબાઇ નરસી સ્કુલની પાસે રહે છે.
કરીમ નોરાનીએ એક ટેક્સ મેસેજમાં જણાવ્યું હતું કે, મારી પુત્રી વિદેશથી આવેલી કોઇ વ્યક્તિના સંપર્કમા ં નહોતી. એક જવાબદાર નાગરિક હોવાથી મારું કર્તુવ્ય છે કે, એની સાથે જે વ્યક્તિઓ સંપર્કમાં આવ્યા હોય તે તમામના મેડિકલ પરિક્ષણ થવા જરૂરી છે. અમ ે તેને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરી છે જ્યાં તેને આઇસોલેશનમા ં રાખવામાં આવી છે.
કરીમ મોરીની બોલીવૂડના ટોચના નિર્માતાઓમાં આવે છે. તેની શાહરૂખ ખાન સાથે સારી મિત્રતા છે. કિંગ ખાને તેની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. મોરાનીને બે પુત્રીઓ છે જોયા અને શજા જેમાં ઝોયા મોટી છે અને અભિનેત્રી છે જ્યારે શઝા નાની દીકરી છે.