એક્ટિંગ વગર જ બોલિવૂડના 'ખેલાડીએ' 7 મહિનામાં કરી રૂ.110 કરોડની કમાણી, જાણો કેવી રીતે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| image source: IANS |
Akshay kumar: બોલિવૂડના અભિનેતા અક્ષય કુમાર હંમેશા તેની ફિલ્મોને લઇને ચર્ચામાં હોય છે. વર્ષ 2025માં 6 મહિનામાં જ અભિનેતાની 3 ફિલ્મ સિનેમાઘરોમાં દસ્તક આપી દીધી છે. હજુ પણ તેમના ઘણા પ્રોજેક્ટ લાઇનઅપમાં છે. જો કે ફિલ્મો સિવાય અભિનેતા તેની પ્રોપર્ટીને લઇને પણ ચર્ચામાં છે. એક રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું છે કે અભિનેતાએ છેલ્લા 7 મહિનામાં તેની પ્રોપર્ટી વેચીને જ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
ઓફિસ, ફ્લેટ અને અપાર્ટમેન્ટ વેચીને કરી 110 કરોડની કમાણી
એક રિપોર્ટ પ્રમાણે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાએ મુંબઈના વરલીનો પોતાનો ઍપાર્ટમેન્ટ 80 કરોડ રૂપિયામાં વેચ્યો છે. આટલું જ નહીં અક્ષયે માર્ચ મહિનામાં બોરિવલીમાં ઓબેરોય સ્કાઈ સિટીનો 3 BHK ફ્લેટ રૂ. 4.25 કરોડમાં વેચ્યો છે. આ જ વર્ષે લોઅર પરેલની તેની ઓફિસને પણ રૂ. 7.10 કરોડમાં વેચી નાંખી છે. એટલું જ નહીં અભિનેતાએ ઓબેરોય સ્કાય સિટીમાં વધુ બે અપાર્ટમેંટ 6.60 કરોડ રૂપિયામાં વેચ્યા.
હેરાફેરી 3 ને લઈને ચર્ચામાં છે અક્ષય કુમાર
છેલ્લા કેટલાક સમયથી અક્ષય કુમાર તેની આવનારી કોમેડી ફિલ્મ 'હેરાફેરી-3'ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મના શૂટિંગ પહેલા જ અક્ષય અને પરેશ રાવલ વચ્ચેનો વિવાદ બહુ લાંબો ચાલ્યો. કારણ કે પરેશ રાવલ ફિલ્મમાં 'બાબુ ભૈયા'ના પાત્રને ભજવવાની ના પાડી દીધી હતી. પણ મામલો કોર્ટ સુધી પહોંચતા જ થાળે પડ્યો. હવે અભિનેતાએ સ્પષ્ટતા આપી છે કે આ વિવાદનો અંત આવી ગયો છે અને હેરાફેરીમાં બાબુ ભૈયાના પાત્રમાં પરેશ રાવલ જ જોવા મળશે.









