Get The App

3 કલાક 31 મિનિટની ફિલ્મ જેમાં કુલ 72 ગીતો હતા, આજ સુધી કોઈ એનો રેકોર્ડ તોડી નથી શક્યો

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
3 કલાક 31 મિનિટની ફિલ્મ જેમાં કુલ 72 ગીતો હતા, આજ સુધી કોઈ એનો રેકોર્ડ તોડી નથી શક્યો 1 - image


Film Indrasabha: હિન્દી સિનેમાની શરૂઆતથી જ ગીતો ફિલ્મોનો આત્મા રહ્યા છે. ઘણી વખત ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ જાય છે, પરંતુ તેના ગીતો હૃદયમાં વસી જાય છે. ભારતમાં ફિલ્મ અને સંગીત વચ્ચેનો સંબંધ એટલો ઊંડો છે કે બંનેને અલગ કરવા અશક્ય છે. જ્યારે આપણે જૂની ફિલ્મો વિશે વાત કરીએ ત્યારે સૌથી પહેલા તેના ગીતો જ યાદ આવે છે. પણ શું તમે જાણો છો કે એક એવી ફિલ્મ ફણ બની હતી જેમાં સૌથી વધુ ગીતો હતા અને આજ સુધી કોઈ તે રેકોર્ડ તોડી નથી શક્યું. ચાલો જાણીએ આ ફિલ્મ વિશે.

સાઉન્ડ ફિલ્મોના સમયમાં રચ્યો ઈતિહાસ

અમે વાત કરી રહ્યા છીએ 1932માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઈન્દ્ર સભા'ની, જેમાં કુલ 72 ગીતો હતા. આ રેકોર્ડ 93 વર્ષ પછી પણ કોઈ તોડી નથી શક્યું. આ ફિલ્મ લગભગ 3 કલાક 31 મિનિટની હતી. આ પહેલા 1925માં 'ઇન્દ્ર સભા' નામની એક સાયલન્ટ ફિલ્મ બનાવવામાં આવી હતી, જેનું નિર્દેશન મણિલાલ જોશીએ કર્યું હતું. તેમાં ન તો સંગીત હતું કે ન તો ડાયલોગ હતા. પરંતુ જ્યારે 1932માં સાઉન્ડ ફિલ્મોનો સમય શરૂ થયો ત્યારે 'ઈન્દ્ર સભા'એ 72 ગીતો સાથે ઈતિહાસ રચી દીધો.

ઉર્દૂ નાટકથી પ્રેરિત હતી કહાની

'ઈન્દ્ર સભા'ને જેએફ મદનની પ્રખ્યાત કંપની મદન થિયેટર્સે બનાવી હતી. જેએફ મદન તે સમયના જાણીતા થિયેટર કલાકાર અને ફિલ્મ વિતરક હતા. આ ફિલ્મ 1853માં પહેલી વાર સ્ટેજ પર રજૂ કરાયેલા એક લોકપ્રિય ઉર્દૂ નાટક પર આધારિત હતી. ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓ જહાનારા કજ્જન અને માસ્ટર નિસારે ભજવી હતી. જહાનારા કજ્જન માત્ર એક ઉત્તમ અભિનેત્રી જ નહીં પરંતુ એક તેજસ્વી ગાયિકા પણ હતી જેમને 'બંગાળની નાઈટિંગેલ' તરીકે ઓળખવામાં આવતી હતી. તેમના અવાજ અને અભિનયે ફિલ્મને ખાસ બનાવી.

આ પણ વાંચો: તેમના વિના ફિલ્મ નહીં બને.. ' હેરા ફેરી 3 ફિલ્મમાંથી પરેશ રાવત ખસી જતાં સુનીલ શેટ્ટીનું રિએક્શન

શું હતી ઈન્દ્ર સભાની કહાની?

આ ફિલ્મમાં 9 ઠુમરી, 4 હોળી ગીતો, 15 સામાન્ય ગીતો, 31 ગઝલ, 2 ચૌબોલા, 5 છંદ અને 5 અન્ય ગીતો સામેલ હતા. ફિલ્મની કહાની એક દયાળુ રાજાની આસપાસ ફરે છે જે પોતાની પ્રજાને ખૂબ પ્રેમ કરે છે અને જરૂરિયાતમંદ દરેકને મદદ કરે છે. કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે એક અપ્સરા રાજાની પરીક્ષા લેવા આવે છે પરંતુ તે ખુદ તેના પ્રેમમાં પડી જાય છે. આ રોમેન્ટિક અને રોમાંચક કહાની દર્શકોને ખૂબ જ પસંદ આવી. જહાનારા કજ્જને સબ્જ પરીની ભૂમિકા ભજવી હતી જ્યારે માસ્ટર નિસાર ગુલફામની ભૂમિકામાં હતા. તેમની જોડીએ તે સમયે દર્શકોના દિલ જીતી લીધા હતા.

Tags :