Get The App

તેમના વિના ફિલ્મ નહીં બને.. ' હેરા ફેરી 3 ફિલ્મમાંથી પરેશ રાવત ખસી જતાં સુનીલ શેટ્ટીનું રિએક્શન

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
તેમના વિના ફિલ્મ નહીં બને.. ' હેરા ફેરી 3  ફિલ્મમાંથી પરેશ રાવત ખસી જતાં સુનીલ શેટ્ટીનું રિએક્શન 1 - image


Suniel Shetty on paresh rawal exit from hera pheri 3: ફિલ્મ 'હેરા ફેરી 3'ને લઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત હતા. પરંતુ પરેશ રાવલની અચાનક આ ફ્રેન્ચાઈઝીમાંથી બહાર થવાની જાહેરાતે ચાહકોને ચોંકાવી દીધા છે. હવે પરેશ રાવલના આ નિર્ણય પર સુનિલ શેટ્ટીએ મૌન તોડ્યું છે. સુનીલ શેટ્ટીએ પરેશ રાવલના હેરા ફેરી 3 માંથી બહાર થવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને આ દરમિયાન ભાર મૂકીને કહ્યું કે, પ્રતિષ્ઠિત પાત્ર 'બાબુરાવ ગણપતરાવ આપ્ટે' વિના આ ફિલ્મ બની જ ન શકે. 

પરેશ રાવલ વિના આ ફિલ્મ બની જ ન શકે

એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા સુનીલ શેટ્ટીએ કહ્યું કે, 'આવું બની જ ન શકે. પરેશ રાવલ વિના....100% આ ન બની શકે. મારા અને અક્ષય વિના હેરા ફેરી 3નો 1% પણ ચાન્સ છે, પરંતુ પરેશ જી વિના 100% આ ફિલ્મ ન બની શકે. જો રાજૂ અને શ્યામને બાબુ ભૈયાનો માર ન પડે ત્યાં સુધી આ ફિલ્મ ન ચાલે.'

આથિયા અને અહાન દ્વારા જાણ થઈ

સુનીલ શેટ્ટીએ જણાવ્યું કે, કેવી રીતે મને આ વાતની જાણ મારા બાળકો આથિયા અને અહાન શેટ્ટી દ્વારા થઈ. એક્ટરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'તે બંનેએ જ 15 મિનિટની અંદર જ મને આ મોકલ્યું અને પૂછ્યું 'પપ્પા, આ શું છે?' અને હું અહીં મારો ઈન્ટરવ્યુ આપી રહ્યો હતો. આ જોતાંની સાથે જ હું વિચારમાં ડૂબી ગયો.' સુનીલ શેટ્ટીએ આશા વ્યક્ત કરી કે પરેશ રાવલ ભવિષ્યમાં ચોક્કસપણે આ ફિલ્મમાં વાપસી કરશે, કારણ કે દર્શકોની જેમ તેઓ પણ રાજુ, શ્યામ અને બાબુરાવની ત્રિપુટીની વાપસીની રાહ જોઈ રહ્યા હતા. 

અક્ષય કુમાર કાનૂની કાર્યવાહી કરી શકે છે

સ્થિતિ ત્યારે વધુ જટિલ બની ગઈ જ્યારે પરેશ રાવલે જણાવ્યું કે, મેં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને દિગ્દર્શક પ્રિયદર્શનને ફિલ્મ છોડવાના નિર્ણય વિશે જાણ કરી દીધી છે, જોકે, પ્રિયદર્શને પરેશ રાવલ તરફથી આવી કોઈ માહિતી મળી હોવાનો ઈનકાર કરી દીધો છે. પ્રિયદર્શને કહ્યું કે, 'મને નથી ખબર કે આવું કેમ થયું કારણ કે, પરેશે અમને જાણ નથી કરી.' ફિલ્મ શરૂ કરતા પહેલા, અક્ષયે મને પરેશ અને સુનીલ બંને સાથે વાત કરવાનું કહ્યું અને મેં તેમ કર્યું અને બંને સંમત થયા હતા.' તેમણે એમ પણ કહ્યું કે, 'ફિલ્મમાં તેના નાણાકીય રોકાણને કારણે અક્ષય કાનૂની કાર્યવાહી કરી શકે છે. પ્રિયદર્શને કહ્યું કે, મારી પાસે ગુમાવવા માટે કંઈ નથી, પણ અક્ષયે પૈસા રોક્યા છે અને તે જ કારણ હોઈ શકે છે કે તે આ પગલું ભરી રહ્યો છે.'

પરેશ રાવલે કેમ છોડી હેરા ફેરી 3?

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં પરેશ રાવલે જણાવ્યું હતું કે, મેં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને દિગ્દર્શક પ્રિયદર્શનને ફિલ્મ છોડવા અંગે જાણ કરી દીધી છે. તેમણે ચાહકોને આ વિશે માહિતી આપવા માટે ટ્વિટ કર્યું, જેમાં તેમણે લખ્યું 'હું એ વાત રેકોર્ડ પર રાખવા માંગુ છું કે હેરા ફેરી 3 છોડવાનો મારો નિર્ણય સર્જનાત્મક મતભેદોને કારણે નહોતો. હું ફરીથી ભારપૂર્વક કહું છું કે ફિલ્મ નિર્માતા સાથે કોઈ સર્જનાત્મક મતભેદ નથી. મને ફિલ્મ દિગ્દર્શક પ્રિયદર્શન પ્રત્યે અપાર પ્રેમ, આદર અને આસ્થા રાખું છું.'

Tags :