Get The App

'ઓપરેશન સિંદૂર'ના નામ પર ફિલ્મ-સીરિઝ બનાવવાની હોડ, 30થી વધુ અરજીઓ આવી

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
'ઓપરેશન સિંદૂર'ના નામ પર ફિલ્મ-સીરિઝ બનાવવાની હોડ, 30થી વધુ અરજીઓ આવી 1 - image


Bollywood in Rush to Register 'Operation Sindoor' Title : જમ્મી કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. જેના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને PoKના 9 આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી છે. ઓપરેશન સિંદૂરની દેશભરમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે બોલિવૂડમાં ઓપરેશન સિંદૂર પર ફિલ્મ બનાવવાને લઈને ફિલ્મ મેકર્સ દ્વારા ટાઈટલ મેળવવા માટે દોડધામ ચાલી રહી છે, ત્યારે ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA) અને ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યુસર્સ કાઉન્સિલ (IFTPC)ને ઓપરેશન સિંદૂર અને પહલગામ હુમલા પર ફિલ્મ બનાવવા માટેના ટાઇટલ સંબંધિત ઘણી અરજીઓ મળી હોવાનું સામે આવ્યું છે. 

ઓપરેશન સિંદૂરના નામ પર ફિલ્મ-સીરિઝ બનાવવાની હોડ

મળતી માહિતી મુજબ, IFTPC સંસ્થાને ઓપરેશન સિંદૂરના બીજા દિવસે બપોરના ત્રણ વાગ્યાથી ઓપરેશન પર ફિલ્મ બનાવવા માટે ટાઇટલ રજીસ્ટ્રેશન કરવાને લઈને નિર્માતાઓની અરજીઓ મળવાનું શરૂ થઈ હતી. જેમાં IFTPCને જેટલા પણ ટાઈટલ માટે અરજી મળી છે તે તમામ ઓપરેશન સિંદૂરને મળતા નામ હતા. ઓપરેશન સિંદૂર પર ફિલ્મ બનાવવા માટે બોલિવૂડના મોટા પ્રોડ્યુસર હાઉસમાંથી ટાઈટલ મેળવવા માટે કુલ 10-12 અરજીઓ આવી છે. ટાઈટલ માટે આવેલી અરજીઓ ફિલ્મ અને વેબ-સીરિઝ બંને માટે હતી. 

જ્યારે  IMPPAની વાત કરીએ તો, બે દિવસમાં ઓપરેશન સિંદૂરથી સાથે સંકળાયેલા નામ પર ફિલ્મ બનાવવા માટે 20-25 અરજી થઈ હતી. મળતી માહિતી મુજબ, ઝોન અબ્રાહમનું પ્રોડક્શન હાઉસ, આદિત્ય ધરનું પ્રોડક્શન હાઉસ, મહાવીર જૈનની કંપની, અશોક પંડિત, મધુર ભંડારકર જેવા નામ સામેલ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, આ રેસમાં ઝી સ્ટુડિયો, જેપી ફિલ્મ્સ, બોમ્બે શો સ્ટુડિયો જેવા સ્ટુડિયો પણ સામેલ છે.

આ પણ વાંચો: 'ઓપરેશન સિંદૂર'ના દિવસે જન્મેલી દીકરીનું નામ 'સિંદૂરી' રાખ્યું, ખૂબ થઈ રહી છે ચર્ચા

ટાઈટલ માટે મળેલી અરજીઓમાં 'પહલગામ: ધ હોરિફિક ટેરર', 'ધ પહલગામ ટેરર', 'ઓપરેશન સિંદૂર', 'ઓપરેશન સિંદૂર મેગ્નમ', 'સિંદૂર ઓપરેશન' જેવા નામોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, 6-7 મેની રાત્રે, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને 9 આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. 

Tags :