બોલિવૂડ સિતારાઓની હેલોવીન પાર્ટી, અલગ અંદાજમાં જોવા મળી આલિયા અને દિપીકા; જુઓ વીડિયો

Bollywood Halloween Party: સોશિયલ મીડિયા સ્ટાર ઓરી દ્વારા શેર કરાયેલા વીડિયોને કારણે બોલિવૂડની હેલોવીન પાર્ટીનો વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે. મુંબઈમાં આયોજિત આ ભવ્ય પાર્ટીમાં આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, અર્જુન કપૂર, આર્યન ખાન સહિત બી-ટાઉનના લગભગ તમામ મોટા સિતારાઓ અનોખા કોસ્ચ્યુમ્સમાં જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જ્યાં લોકો સિતારાઓના અતરંગી અંદાજની પ્રશંસા કરી રહ્યા છે.
ઓરીએ બતાવી અતરંગી ઝલક
વીડિયોની શરુઆત ખુદ ઓરીથી થાય છે, જે ડિઝનીના 'લિટલ મરમેઇડ'ના પ્રિય પાત્ર સેબેસ્ટિયન કરચલા(Crab)ના રૂપમાં જોવા મળે છે. તેમના લાલ કોસ્ચ્યુમ અને તોફાની એક્સપ્રેશન્સે સોશિયલ મીડિયા પર ખૂબ હાસ્ય અને પ્રશંસા મેળવી.
ઇન્સ્ટાગ્રામ પર બોલિવૂડ સેલેબ્સના નજીકના મિત્ર અને ઇન્ફ્લુએન્સર ઓરીએ એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં તે અનેક ફિલ્મ સિતારાઓ સાથે હેલોવીન પાર્ટીની મજા માણતો દેખાય છે. આ પાર્ટીનું સૌથી મોટું આકર્ષણ દીપિકા અને આલિયાનું સાથે આવવું રહ્યું. બંનેના લુક પણ ચર્ચામાં રહ્યા. પાર્ટીમાં દીપિકા અને આલિયાએ સાથે પોઝ પણ આપ્યા.
અલગ અંદાજ જોવા મળી આલિયા અને દિપીકા
આલિયા ભટ્ટે 'ટોમ્બ રેડર'ની લારા ક્રોફ્ટથી પ્રેરિત લુક પસંદ કર્યો. તેણે કાળી ટી-શર્ટ, શોર્ટ્સ, બેલ્ટ અને ગૂંથેલા વાળ સાથે પોતાના એક્શન અવતારથી ચાહકોને ચોંકાવ્યા. દીપિકા પાદુકોણે આ ખાસ અવસર પર પોતાની આગામી ફિલ્મની લેડી સિંઘમનો ડ્રેસ રિપીટ કર્યો, જેનાથી તેણે એક પાવરફુલ અને દમદાર લુક રજૂ કર્યો. આલિયા અને દિપીકા બંનેએ નકલી ગન સાથે ઊભા રહીને પોઝ આપ્યા. બાદમાં બંને હસતી જોવા મળી. ઓરીએ પણ દીપિકા સાથે ફોટો ક્લિક કરાવ્યા.
હંમેશાની જેમ રણવીર સિંહે પોતાની એન્ટ્રી યાદગાર બનાવી દીધી. તે સંપૂર્ણ ડેડપૂલ ગેટઅપમાં આવ્યો. લાલ અને કાળા કોસ્ચ્યુમમાં રણવીરની એનર્જી પાર્ટીની હાઇલાઇટ બની.
આ પણ વાંચો: રણબીર-આલિયાની લવ એન્ડ વોર ફિલ્મ વધુ પાછળ ઠેલાશે
અર્જુન અને જ્હાનવી કપૂર ઉપરાંત અન્ય સેલેબ્સ
પાર્ટીમાં અર્જુન કપૂર, જ્હાનવી કપૂર, અયાન મુખર્જી, ડિરેક્ટર એટલી ઉપરાંત ઘણા જાણીતા સેલેબ્સ પણ જોવા મળ્યા. દરેક જણ અલગ ગેટઅપમાં જોવા મળ્યા. દિશા પટની પણ બ્લેક ડ્રેસ પહેરીને હેલોવીન પાર્ટીમાં હાજર રહી.
આલિયા અને દીપિકા આ ફિલ્મોમાં જોવા મળશે
આલિયા ભટ્ટના કરિયર ફ્રન્ટની વાત કરીએ તો તે આ વર્ષે એક ફિલ્મ 'આલ્ફા' કરી રહી છે. આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે, જેમાં આલિયા એક જાસૂસનો રોલ કરતી જોવા મળશે. જ્યારે દીપિકાની આગામી ફિલ્મની વાત કરીએ તો તે શાહરુખની મૂવી 'કિંગ' કરી રહી છે. આ સિવાય તે ફિલ્મ 'AA22xA6' માં પણ જોવા મળશે, જેમાં તેની સામેલ 'પુષ્પા' ફેમ એક્ટર અલ્લુ અર્જુન હશે.


