રણબીર-આલિયાની લવ એન્ડ વોર ફિલ્મ વધુ પાછળ ઠેલાશે

- હજુ 75 દિવસનું શૂટિંગ બાકી
- આગામી માર્ચમાં યશની ટોક્સિક સામેની ટક્કર ટળે તેવી સંભાવના
મુંબઈ : સંજય લીલા ભણશાળીએ ટેવ પ્રમાણે બહુ ધીમી ગતિએ કામ કરતાં તેમની રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલની ભૂમિકાઓ ધરાવતી ફિલ્મ 'લવ એન્ડ વોર' કેટલાક મહિનાઓ પાછળ ઠેલાઈ ગઈ હોવાની ચર્ચા થઈ રહી છે.
આ ફિલ્મ આગામી માર્ચમાં રજૂ થવાની હતી અને બોક્સ ઓફિસ પર તેની ટક્કર યશની 'ટોક્સિક' સામે થવાની હતી. પરંતુ, હવે 'લવ એન્ડ વોર' બે-ત્રણ મહિના પાછળ ઠેલાઈ ગઈ હોવાનું કહેવાય છે.
ચર્ચા અનુસાર ફિલ્મનું હજુ ૭૫ દિવસનું શૂટિંગ બાકી છે. સંજય લીલા ભણશાળીએ રણબીર, આલિયા તથા વિકીને બાકીનાં શૂટિંગ માટે સામટી તારીખો ફાળવવા જણાવ્યું છે. સંજય લીલા ભણશાળીની વેબ સીરિઝ 'હીરામંડી' નું શૂટિંગ પણ જુદાં જુદાં કારણોસર ઠેલાતું રહ્યું હતું.

