Get The App

ભારતની સૌથી ધનિક અભિનેત્રી, કિંગ ખાન સાથે કરે છે બિઝનેસ, નેટવર્થનો આંકડો ચોંકાવનારો

Updated: Jan 2nd, 2025

GS TEAM


Google News
Google News
ભારતની સૌથી ધનિક અભિનેત્રી, કિંગ ખાન સાથે કરે છે બિઝનેસ, નેટવર્થનો આંકડો ચોંકાવનારો 1 - image


Juhi Chawla Net Worth: 90ના દાયકાની આ અભિનેત્રી હાલમાં ફિલ્મોમાં વધારે એક્ટિવ નથી. વર્ષ 2004માં તેની કોઈ ફિલ્મ નથી આવી. વર્ષ 2023માં તેણે એક ફિલ્મ અને એક વેબ સીરિઝમાં કામ કર્યું છે. તેમ છતાં આ અભિનેત્રી ભારતની સૌથી ધનિક અભિનેત્રી છે. 1984માં આ અભિનેત્રીએ મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. અહીં અમે જૂહી ચાવલાની વાત કરી રહ્યા છીએ. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 પ્રમાણે ભારતમાં 335 અબજોપતિ છે. જૂહીનું નામ આ લિસ્ટમાં ટોપ 20માં સામેલ છે. બીજી તરફ માત્ર અભિનેત્રીઓનું લિસ્ટ જોઈએ તો જૂહી ચાવલા ભારતની સૌથી ધનિક અભિનેત્રી છે. 

નેટવર્થ

આ લિસ્ટ પ્રમાણે શાહરુખ ખાનની કુલ નેટવર્થ 7300 કરોડ રૂપિયા છે. બીજી તરફ તેની મિત્ર અને બિઝનેસ પાર્ટનર જૂહી ચાવલા એન્ડ ફેમિલીની નેટવર્થ 4600 કરોડ રૂપિયા છે. 

આ પણ વાંચો: 'જ્યાં સુધી ડ્રેસિંગ રૂમમાં ઈમાનદાર લોકો છે...', સિડની ટેસ્ટ પહેલાં ગૌતમ ગંભીરનું મોટું નિવેદન

શું કરે છે જૂહી ચાવલા?

જૂહી ચાવલા એક્ટિંગની સાથે-સાથે બિઝનેસ પણ કરે છે. જૂહીએ વર્ષ 1999માં પોતાના મિત્ર શાહરુખ ખાન અને ડાયરેક્ટર અઝીઝ મિર્ઝા સાથે મળીને Dreamz Unlimited નામની પ્રોડક્શન કંપની ખોલી હતી. બાદમાં તેમણે આ કંપનીનું નામ બદલીને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ કરી દીધું હતું. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે અત્યાર સુધીમાં 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની', 'મૈં હું ના', 'ઓમ શાંતિ ઓમ', 'જવાન', 'ડંકી' સહીત ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.  

IPL ટીમ

જૂહી ચાવલા IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની કો-ઓર્નર પણ છે. રિપોર્ટસ પ્રમાણે આ ટીમની વર્થ 21.6 કરોડ રૂપિયા છે. 

Tags :