Get The App

'જ્યાં સુધી ડ્રેસિંગ રૂમમાં ઈમાનદાર લોકો છે...', સિડની ટેસ્ટ પહેલાં ગૌતમ ગંભીરનું મોટું નિવેદન

Updated: Jan 2nd, 2025

GS TEAM


Google News
Google News
Gautam Gambhir


IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં 1-2થી પાછળ છે. હવે સિરીઝની છેલ્લી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર ત્રીજી જાન્યુઆરી (શુક્રવાર)થી રમાશે. આ દરમિયાન ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'જ્યાં સુધી ડ્રેસિંગ રૂમમાં ઈમાનદાર લોકો છે ત્યાં સુધી ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથમાં છે. એકમાત્ર વસ્તુ જે તમને ત્યાં રાખે છે તે પ્રદર્શન છે. કોચ અને ખેલાડી વચ્ચેની ચર્ચા ડ્રેસિંગ રૂમમાં જ રહેવી જોઈએ. ડ્રેસિંગ રૂમમાં કોઈપણ ચર્ચા ડ્રેસિંગ રૂમમાં જ રહેવી જોઈએ.'

કેપ્ટન રોહિતની પસંદગી પર મુખ્ય કોચે આ નિવેદન આપ્યું

ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે, 'ડ્રેસિંગ રૂમમાં ઈમાનદારી મહત્ત્વપૂર્ણ છે. આ એક ટીમ ગેમ છે અને તમે બધા તેને સ્વીકારો છો. આ માત્ર અહેવાલો છે, સત્ય નથી. મારે કોઈ રિપોર્ટ પર ટિપ્પણી કરવાની જરૂર નથી. ઈમાનદારી મહત્ત્વપૂર્ણ છે, અમે આગળ વધવા અને કેટલીક સારી વસ્તુઓ પ્રાપ્ત કરવા માંગીએ છીએ.'

આ પણ વાંચો: યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોમાં પણ અંધાધૂંધ ગોળીબાર, 2 બાળક સહિત 10નાં મોત, આરોપી ફરાર


ગૌતમ ગંભીરને પણ પૂછવામાં આવ્યું કે શું રોહિત શર્મા કાલે રમશે? આના પર ગંભીરે કહ્યું, 'કાલે પિચ જોયા બાદ અમે ટોસ સમયે પ્લેઈંગ ઈલેવન નક્કી કરીશું.' સિડની ટેસ્ટ પહેલા ભારતને મોટો ફટકો પડ્યો છે. ફાસ્ટ બોલર આકાશ દીપ પીઠની સમસ્યાને કારણે સિડની ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.

આકાશ દીપ અંગે ગૌતમ ગંભીરે જણાવ્યું હતુ કે, 'તે પીઠની સમસ્યાને કારણે બહાર છે. 28 વર્ષીય આકાશ દીપે બે ટેસ્ટ મેચોમાં કુલ 87.5 ઓવર ફેંકી હતી અને તેની સમસ્યા આકાશના સ્થાને હર્ષિત રાણા અથવા પ્રસિદ્ધ કૃષ્ણમાંથી કોઈ એકને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.'

'જ્યાં સુધી ડ્રેસિંગ રૂમમાં ઈમાનદાર લોકો છે...', સિડની ટેસ્ટ પહેલાં ગૌતમ ગંભીરનું મોટું નિવેદન 2 - image

Tags :