Get The App

સુશાંત સિંહ રાજપુતનાં પિતાએ પુત્રની આત્મહત્યા કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરૂધ્ધ નોંધાવી FIR

સુશાંતનાં પિતાએ રિયા પર સુશાંતને પ્રેમજાળમાં ફસાવીને તેની પાસેથી પૈસા કઢાવવાનો આરોપ લગાવ્યો

Updated: Jul 28th, 2020

GS TEAM

Google News
Google News
સુશાંત સિંહ રાજપુતનાં પિતાએ પુત્રની આત્મહત્યા કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરૂધ્ધ નોંધાવી FIR 1 - image

પટણા, 28 જુલાઇ 2020 મંગળવાર

બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતનાં પિતા કે કે સિંહે પટણાનાં રાજીવનગર પોલીસ સ્ટેશનમાં પોતાના પુત્રની આત્મહત્યા કેસમાં જાણીતી અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરૂધ્ધ એફઆઇઆર નોંધાવી છે, તેમણે અભિનેત્રી પર  પોતાના પુત્ર સુશાંતને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો છે.

સુશાંતનાં પિતાએ રિયા પર સુશાંતને પ્રેમજાળમાં ફસાવીને તેની પાસેથી પૈસા કઢાવવાનો આરોપ લગાવ્યો છે, એટલું જ નહીં, રિયા પર પોતાના પુત્રને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો અને પરિવારને દુર કરવાનો આરોપ લગાવ્યો છે. 

સુશાંતનાં પિતાએ રાજીવનગર પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 341, 342, 280, 420, 406, 420 અને 306 હેઠળ કેસ દાખલ કરાવ્યો છે, પરિવાર જનોનું કહેવું છે કે સુશાંતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવામાં આવ્યો હતો.

તેને પ્રતાડિત કરાયો અને તેની સાથે ફ્રોડ કરવામાં આવ્યો.કેસ નોંધાતા જ પટણા પોલીસની ચાર સભ્યોની ટીમ મુંબઇ જવા રવાના થઇ ગઇ છે, ટીમમાં બે ઇન્સ્પેક્ટર અને બે સબ ઇન્સ્પેક્ટર છે.

પોતાના નિવેદનમાં સુશાંતનાં પિતાએ લખ્યું છે કે તેમને મુંબઇ પોલીસની તપાસમાં વિશ્વાસ નથી, તે એકલા હોવાથી પટણા પોલીસ પાસે આ  કેસની તપાસ કરાવવાની માંગ કરી રહ્યા છે.

પટણા (મધ્ય વિસ્તાર)નાં આઇ જી સંજય સિંહએ કહ્યું સુશાંત સિંહ રાજપુતનાં પિતાની ફરિયાદનાં આધારે આત્મહત્ય માટે પ્રેરિત કરવા સહિતની વિવિધ ધારાઓ હેઠળ અભિનેત્રી રિયા ચક્રવર્તીની વિરૂધ્ધ એફઆઇઆર નોંધાવી છે. 

સુશાંત સિંહ રાજપુતનાં નિધનનાં દોઢ મહિના બાદ પણ આ બાબત જાણી શકાઇ નથી કે તેમની આત્મહત્યાનું કારણ શું હતું, આ દરમિયાન સુશાંત સિંહનાં ચાહકો અને અન્ય ઘણી સેલિબ્રિટિઝનું કહેવું છે કે આ કેસની સીબીઆઇ તપાસ થવી જોઇએ.

ત્યાં જ હવે સીબીઆઇ તપાસને લઇને સુશાંતની મોટી બહેન શ્વેતા કિર્તી સિંહે પણ મુંબઇ પોલીસની તપાસ પુરી થયા બાદ શું પરિણામ આવે છે ત્યાર પછી તેમનો પરિવાર સીબીઆઇ તપાસની માંગ કરશે તેનું જણાવ્યું હતું.

સુશાંતનાં મોતને લઇને પરિવાર જનો ડિપ્રેસનની વાતનો ઇન્કાર કરી રહ્યા છે, તેમનું કહેવું છે કે સુશાંતને ઘણા પ્રકારે ફિલ્મોથી અલગ કરવામાં આવ્યો અને ફિલ્મ જગતનાં મોટા નામો દ્વારા તેનો બાયકોટ કરવામાં આવ્યો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે. 

Tags :