Entertainment
ઋષિ કપૂરને યાદ કરીને રડવા લાગ્યા રજા મુરાદ કહ્યુ, મે મારો મિત્ર ગુમાવ્યો
By GS Team
30 Apr 20201 min read
This article was originally published on 30 Apr 2020

મુંબઈ, તા. 30 એપ્રિલ 2020 ગુરૂવાર
બોલિવુડ અભિનેતા ઋષિ કપૂરનું આજે નિધન થયુ છે. 67 વર્ષના ઋષિ કેન્સરથી પીડિત હતા અને કાલે બુધવારે તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ઋષિ નિધનના સમાચાર સાંભળતા સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
અભિનેતા રજા મુરાદે કહ્યુ કે ઋષિ કપૂર માત્ર મારો સાથી નહોતો, તે મારો પરિવાર હતા. મારો મિત્ર હતો. મારો 45 વર્ષ જૂનો મિત્ર. લેલા મજનુમાં અમે સાથે કામ કરવાનું શરૂ કર્યુ. મે તેમની સાથે એટલી ફિલ્મો કરી. મને વિશ્વાસ થઈ રહ્યો નથી.
ઈરફાન ખાનના નિધનનો ઉલ્લેખ કરતા રજા મુરાદે કહ્યુ કે કાલે અમને ઈરફાન ખાનના સમાચાર મળ્યા હતા આજે ઋષિ કપૂરનું નિધન. હુ શુ કહુ તેમના વિશે. મારો ભાઈ ગયો. હંમેશા ફોન કરીને મારા ખબર-અંતર પૂછતા હતા.




