Get The App

બોલિવૂડ અભિનેતા ગોવિંદાને તેની જ બંદૂકની ગોળી વાગી, આઈસીયુમાં ખસેડાયા

Updated: Oct 1st, 2024

GS TEAM


Google News
Google News
બોલિવૂડ અભિનેતા ગોવિંદાને તેની જ બંદૂકની ગોળી વાગી, આઈસીયુમાં ખસેડાયા 1 - image


Actor Govinda : અભિનેતા ગોવિંદાને તેમની જ બંદૂકની પગમાં ગોળી  વાગી હતી. આ ઘટના સવારે પોણા પાંચ વાગ્યાની છે. સવારે ક્યાંક જવા માટે નીકળતા હતા, ત્યારે બંદૂક સાફ કરતી વખતે મિસ ફાયર થયું હતું. હાલ તેઓ CRITI કેયર હોસ્પિટલમાં દાખલ છે. પ્રાપ્ત અહેવાલો પ્રમાણે, તાત્કાલિક ઓપરેશન કરીને આ ગોળી બહાર કાઢી લેવાઈ છે. હાલ ગોવિંદા સ્વસ્થ છે.  

પ્રાપ્ત માહિતી અનુસાર જે સમયે આ ઘટના બની હતી ત્યારે ગોવિંદા ઘરે એકલા હતા. તે બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા અને પોતાની લાયસન્સવાળી બંદૂકને સાફ કરી રહ્યા છે. ત્યારે અચાનક મિસ ફાયર થતાં તેમના ઘૂંટણમાં ગોળી વાગી ગઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ગોવિંદાએ પોતાની પડોશમાં રહેતા પોતાના સંબંધીને કોલ કર્યો અને તેમણે ઘટનાસ્થળે પહોંચી ગોવિંદામાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા. 

પોલીસના જણાવ્યા અનુસાર ફાયરિંગ બાદ તે ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમણે ગોવિંદાની બંદૂકને પોતાના કબજામાં લીધી હતી. કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અભિનેતાની બંદૂકમાંથી મિસફાયર થયું છે અને ગોળી તેમના ઘૂંટણમાં વાગી છે. ગોવિંદા પાસે લાયસન્સવાળી બંદૂક છે. તો બીજી તરફ તેમના પરિવાર અને ટીમે કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી. 

ANI દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર અભિનેતા અને શિવ સેના નેતા ગોવિંદા કોલકત્તા જવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે પોતાની બંદૂકને કવરમાં મૂકી રહ્યા હતા, ત્યારે તેમના હાથમાંથી બંદૂક પડી અને મિસ ફાયર થયું હતું, જેના લીધે તેમના પગમાં ગોળી વાગી હતી. ડોક્ટરોએ ગોળી નિકાળી દીધી છે અને તેમની તબિયત સ્વસ્થ છે. આ જાણકારી તેમના મેનેજર શશિ સિન્હાએ એએનઆઇને આપી હતી. 

Tags :