એશિયા કપમાં જીત બાદ હવે અમિતાભ બચ્ચને પાકિસ્તાન અને શોએબ અખ્તરને કર્યો ટ્રોલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Big B teases Shoaib Akhtar's Abhishek goof up: બોલિવૂડના સ્ટાર અમિતાભ બચ્ચન ક્રિકેટના પણ શોખીન છે. જ્યારે ભારત-પાકની મેચ હોય ત્યારે તેમનો ઉત્સાહ પણ વધી જાય છે. એશિયા કપમાં ભારતની પાકિસ્તાન સામેની જીત બાદ બીગ બીએ શોએબ અખ્તરની મજાક કરી અને પાકિસ્તાનને ટ્રોલ કર્યા. જણાવી દઈએ કે ભારત-પાકની ફાઇનલ મેચ પહેલા એક ટોક શોમાં શોએબે ક્રિકેટર અભિષેક કુમારનું નામ લેવાની જગ્યાએ અભિનેતા અભિષેક બચ્ચનનું નામ લીધું હતુ. હવે આ વાતને લઈને બિગ બીએ કે રમૂજી કોમેન્ટ કરી છે.
ભારતની જીત બાદ બિગ-બીની ટ્વિટ
અમિતાભ બચ્ચન ટ્વિટ કર્યું હતુ કે,'જીતી ગયા અભિષેક બચ્ચન',ઘણુ સારૂ રમ્યા.. ત્યાં જીભ લથડી ગઈ અને અહીં બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ કર્યા વગર દુશ્મનને હચમચાવી નાખ્યા'. બિગ બીએ ઘણા લાફિંગ ઇમોજી બનાવી લખ્યું..જય હિન્દ, જય ભારત, જય દુર્ગામાં.અમિતાભ બચ્ચની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.
શું બોલ્યો હતો શૉએબ અખ્તર
એશિયા કપની ફાઇનલ મેચ પહેલા એક ટોક શોમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ બોલર શૉએબ અખ્તરે પાકિસ્તાનની ટીમના જીતવાની સંભાવના વિશે વાત કરી રહ્યો હતો. ત્યારે તે ભારતના વિસ્ફોટક બેટર અભિષેક શર્માનું નામ લેતી વખતે તેની જીભ લપસી ગઈ હતી. તેણે કહ્યું ,'જો એવું માનવામાં આવે કે પાકિસ્તાન અભિષેક બચ્ચનને પહેલા જ આઉટ કરે તો મિડલ ઓર્ડરનું શું થશે?, ભારતના મિડલ ઓર્ડરે સારું પ્રદર્શન આપ્યું નથી' શૉએબે અહીં અભિષેક શર્માની જગ્યાએ અભિષેક બચ્ચનનું નામ લેતા તે સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થયો હતો. હવે તેની આ વાત પર બિગ-બીએ પણ મજાક ઉડાવી.
પ્રીતિ ઝિન્ટા એ પણ ઉડાવી મજાક
અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ પણ ભારતની જીત ખૂશી વ્યક્ત કરી હતી. તેને ટ્વિટર હેન્ડલ પર કહ્યું,' વાહ શું ગેમ રમાઈ છે, ભારતને એશિયા કપ જીતવા બદલ ખૂબ અભિનંદન. આ રોમાંચક જીત માટે તિલક, શિવમ અને કુલદીપનો આભાર.'









