Get The App

મારી સુંદરતાનું રહસ્ય કોઈ સર્જરી નહીં પણ... જાણીતી એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે ફોડ પાડ્યો

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
મારી સુંદરતાનું રહસ્ય કોઈ સર્જરી નહીં પણ... જાણીતી એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે ફોડ પાડ્યો 1 - image
Image source: IANS
Bhumi Pednekar: બોલિવૂડમાં બોટોક્સ ફિ સર્જરી અંગે ઘણીવાર ચર્ચા થતી હોય છે. ઘણી વાર આ સર્જરીને લઇને ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ પણ ટ્રોલ થયા છે. સોશિયલ મીડિયા પર ઘણાં યુઝર્સ જાણીતી એક્ટ્રેસ ભૂમિ પેડનેકર પર બોટોક્સ સર્જરી કરાવવાનો આરોપ મૂકી રહ્યા છે. તાજેતરમાં જ 'ધ રોયલ્સ સીરિઝમાં તેના દેખાવ અંગે ચર્ચા થઈ હતી. યુઝર્સે બોટોક્સ અને ફિલર્સ માટે ભૂમિને ટ્રોલ કરી હતી. જો કે ભૂમિ પોતે હંમેશા આવી અટકળોને નકારી કાઢતી આવી છે. હવે તાજેતરમાં તેણે કોસ્મેટિક સર્જરી વિશે ખુલીને વાત કરી છે.

શું કહ્યું ભૂમિ પેડનેકરે 

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં ભૂમિ પેડનેકરે ટ્રોલર્સને જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું , ‘દરેક વ્યક્તિની પોતાની પસંદગી હોય છે. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં લોકોએ પોતાની પસંદગી હોવી જોઈએ. હું એવી વ્યક્તિ નથી જે લોકોની પસંદગી પર અભિપ્રાય આપે.'

આ પણ વાંચો : 56 કલાક નોન સ્ટોપ કામ કરવું પડ્યું, અભિનેત્રીએ શેર કર્યો અનુભવ, ફરાહ ખાને આપ્યો જવાબ

ડાયટમાં આ વસ્તુ સામેલ કરવાનું ભૂલતી નથી 

આ દરમિયાન ભૂમિએ ડાયટ વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે, ‘મારા આહારમાં નિયમિત એક વસ્તુ સામેલ છે અને તે છે ઘી. હું મારા ખોરાકમાં ઘી વધારે લઉં છું. બસ ફરક એટલો છે કે હું ઘીમાં ભોજન નથી બનાવતી. હું ઘી ખોરાક પર ખાઉં છું, જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે.’ 

સ્કિનકેર સંબંધિત ટિપ્સ શેર કરી 

અગાઉ ભૂમિએ સ્કિનકેર સંબંધિત ટિપ્સ પણ શેર કરી હતી. એક્ટ્રેસે જણાવ્યું કે તે ક્લિન્ઝિંગ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગ (સીટીએમ ફોર્મુલા) પર વિશ્વાસ રાખે છે. જો તે તેના શેડ્યૂલમાં ખૂબ જ વ્યસ્ત હોય, તો પણ તે આ ટ્રીટમેન્ટને ક્યારેય ટાળતી નથી. આ ઉપરાંત પૂરતી માત્રામાં પાણી પીવું અને પૂરતી ઊંઘ લેવી તે તેની સુંદરતાનું રહસ્ય છે.

Tags :